29મીથી સંસદનું સત્ર, પહેલી ફેબુ્આરીએ બજેટ રજૂ કરાશે

252

નવી દિલ્હી, તા. 5 જાન્યુઆરી, 2021, મંગળવાર

કોરોનાની ગાઇડલાઇન સાથે સંસદનું બજેટ સત્ર આગામી 29મી તારીખે શરૂ થવા જઇ રહ્યું છે. આ સત્ર દરમિયાન પહેલી ફેબુ્રઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજુ કરવામાં આવશે.સાથે જ વિપક્ષ સરકારને ખેડૂતો સહિતના મુદ્દે ઘેરે તેવી પણ શક્યતાઓ છે.

29મી તારીખે બન્ને સંસદ ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ બજેટ સત્ર શરૂ કરવામાં આવશે.બે તબક્કામાં શરૂ થનારા બજેટ સત્રમાં પ્રથમ તબક્કો 29મી જાન્યુઆરીએ શરૂ થઇને 15મી ફેબુ્રઆરી સુધી ચાલશે.બાદમાં એક અવકાશ પછી આઠમી માર્ચથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થશે અને આઠમી એપ્રીલ સુધી ચાલશે.

કેબિનેટની રાજનીતિક મામલાની સમિતિએ બજેટ સત્રના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી, જેને બુધવારે કેબિનેટની બેઠકમાં અંતિમ મંજૂરી આપી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.નાણા મંત્રી નિર્મલા સિતારામણ પહેલી ફેબુ્રઆરીએ બીજી વખત દેશનું જનરલ બજેટ સંસદમાં રજુ કરશે.જોકે દેશની નબળી આિર્થક સિૃથતિને પગલે વિપક્ષ બજેટ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા અંગે કોઇ નિરાકરણ ન આવ્યું તો સંસદમાં આ મામલે પણ હોબાળો થવાની પુરી શક્યતાઓ છે.સરકારે અગાઉ કોરોના મહામારીનું કારણ આપીને શિયાળુ સત્ર જ રદ કરી દીધુ હતું તેથી હવે વિપક્ષને બજેટ સત્રમાં સરકારને ઘેરવાનો મોકો મળી ગયો છે

Share Now