સુરત : બે બદમાશ મિત્ર ડુપ્લીકેટ પોલીસ બન્યા,માસ્કના નામે ઉઘરાવતા હતા દંડ, આ રીતે ફૂટ્યો ભાંડો

277

સુરત : અમરોલી જુના કોસા઼ડ રોડ ખાતે બે લોકો વોકિંગમાં નિકળ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે બદમાશ મિત્રોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક કેમ નથી પહેર્યુ ચાલ પોલીસ સ્ટેશન,તેમ કહી દમદાટી આપી,તેમણે પોલીસનું આઈકાર્ડ માંગતા લાફો મારી ભાગી ગયા હતા.પોલીસે આ મામલે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે ડુપ્લીકેટ પોલીસ બની લોકોને ઠગતા બે બદમાશોને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના ગાઈડ લાઇનને લઈને છાસવારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય છે, ત્યારે અમરોલીમાં મૉર્નિક વોક માટે નીકળેલા બે યુવાનોને માસ્ક નહિ પહેરવાને લઇને એક ઇસમ આવીને દંડની માંગણી કરી હતી.જોકે આ ઈસમે પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી હતી.પાછળથી ભાંડો ફૂટી જતા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ રોડ શિવનગર સોસાયટીમાં રહેતા શની પ્રકાશ પ્રજાપતિ (ઉ.વ.૨૬) ઉધના દરવાજા ખાતે ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.સની ગત તા 2ના શનિવારના રોજ રાત્રે નવેક વાગ્યે મર્ચટ નેવીમાં મરીન ઍન્જીનીયર તરીકે નોકરી કરતા તેના મિત્ર ક્રુણાલ ગિરીશ પ્રજાપતિ (રહે, હરીસિધ્ધ સોસાયટી કોસાડ રોડ) તેની સોસાયટીથી સ્વસ્તિક કોમ્પલેક્ષ સુધી વોકિંગ કરતા હતા.તે વખતે બાઈક બે અજાણ્યાઓ આવ્યા હતા. અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી સનીઍં માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેયું નથી ચાલ પોલીસ સ્ટેશન કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્નાં હતુ.જેથીં ક્રુણાલે પોલીસ તરીકેનો આઈકાર્ડ માંગી કયા પોલીસ સ્ટેસનમાં છો તેવુ પુછતા બદમાશોઍ પોલીસકાર્ડ બતાવ્યું ન હતું. ક્રુણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતા તેને લાફો માર્યો હતો, અને બંને મિત્રોના માસ્ક ઉતરાવીને માસ્ક વગરના તથા માસ્ક પહેરેલાના ફોટા પાડયા હતા.ત્યારબાદ બાઈક પર ભાગી ગયા હતા.બનાવ અંગે પોલીસે સનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

Share Now