ભારતે 56 ટ્રાંસપોર્ટ વિમાનો માટે 2.5 અબજ ડોલરનો કરાર કર્યો

252

નવી દિલ્હી : ભારત આ વર્ષે ભારતીય એર ફોર્સમાં ૫૬ જેટલા મીડિયમ ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટનો પૂરવઠો આપશે. આ માટે આશરે ૨.૫ અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કરી દેવાયા છે.હાલમાં આ નવો કાફલો જૂના Avro-748 વિમાનોની જગ્યા લેશે.
એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ તેમજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) એરફોર્સને એરોસ્પેસ સેક્ટરમાં મેક-ઇન-ઇન્ડિયાની પહેલ હેઠળ 56 C-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ સાથે સંયુક્તરીતે આ પ્રોજેક્ટને અમલમાં મુકશે.આ કરાર હેઠળ એરબસ પ્રથમ તબક્કામાં ફ્લાયઅવે કન્ડીશનમાં ૧૬ વિમાનનો પૂરવઠો પૂરો પાડશે.બાકીના ૪૦ વિમાનો ટીએએલએસ દ્વારા ભારતમાં એસેમ્બલ કરાશે તેમ અધિકારીઓનું કહેવું છે.વર્ષના અંતે એક રિવ્યૂમાં સંરક્ષણ મંત્રાલયે આ અંગેની જાહેરાત કરી હતી. ખાનગી કંપનીઓની ભાગીદારી હોય તેવો આ તેના પ્રકારનો પહેલો કેસ છે.જે આપણા સંરક્ષણ ઉદ્યોગ માટે પ્રોત્સાહનરૂપ પૂરવાર થશે તેમ મંત્રાલયે કહ્યું હતું.

Share Now