અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે કોઈ મહિલા છૂટાછેડા લીધા વિના બીજા શખસ સાથે રહેવા લાગે ત્યારે પણ તેને તેનાં સગીર બાળકોની કસ્ટડી મેળવવાનો અધિકાર છે.છૂટાછેડા લીધા વિના મહિલાનું અન્ય સાથે રહેવું કાયદા અને સમાજની નજરે અયોગ્ય હોઈ શકે છે, પણ તેનાથી એક માતાનું તેના સંતાનના જીવનમાં જે વિશેષ સ્થાન છે તે ઓછું ન કરી શકાય.કોર્ટે જણાવ્યું કે બાળકને માતાથી છૂટું પાડવાથી બાળકના વિકાસ પર અવળી અસર પડી શકે છે.