ટ્રમ્પ શાસનમાં રાજીનામાની ઝડી વરસી : ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુએ પણ હોદ્દો છોડ્યો

275

– કેપિટલ હિલમાં હિંસા પછી સાથીઓ નારાજ થયા

– ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુએ પણ હોદ્દો છોડ્યો

વૉશિંગ્ટન તા.7 : આજે સવારે વિદાય લઇ રહેલા પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પના સમર્થકો મનાતા હજારો લોકોએ કેપિટલ હિલમાં કરેલા હિંસક તોફાનો પછી ટ્રમ્પના વહીવટી તંત્રના કેટલાક હોદ્દેદારોએ રાજીનામાંની ઝડી વરસાવી હતી.ટ્રમ્પ વહીવટી તંત્રની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સાા મેથ્યુ અને મેલાનિયા ટ્રમ્પની ચીફ ઑફ ધ સ્ટાફ સ્ટેફની ગ્રીશને પણ હિંસાના વિરોધમાં રાજીનામું ધરી દીધું હતું.આમ તો ટ્રમ્પ વીસ જાન્યુઆરી સુધી પ્રમુખપદે રહી શકે છે પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતાં ટ્રમ્પને તત્કાળ હટાવી દેવાની ગતિવિધિ શરૂ થઇ જાય તો નવાઇ નહીં.

હિંસક તોફાનોને અટકાવવા સિક્યોરિટી દળે કરવા પડેલા ગોળીબારમાં એક મહિલા સહિત આ બનાવોમાં કુલ ચાર વ્યક્તિનાં મરણ થયાં હતાં.સોશ્યલ મિડિયાએ ટ્રમ્પના વક્તવ્યની વિડિયો ક્લીપ એમ કહીને હટાવી દીધી હતી કે આ વક્તવ્યથી વધુ હિંસા ફાટી નીકળી શકે છે.

અન્ય કેટલાક હોદ્દેદારોએ આપેલાં રાજીનામાંની વિગતો હજુ જાહેર કરાઇ નથી. પરંતુ એક અહેવાલ મુજબ ડેમોક્રેટિક પક્ષના અગાઉ ટ્રમ્પના સાથીદારો હતા એવા કેટલાક લોકોએ મહત્ત્વના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધાં હતાં.ટ્રમ્પના વહીવટી તંત્રે આ સામૂહિક રાજીનામાંની વિગતો હજુ જાહેર કરી નથીપરંતુ હિંસક બનાવો પછી ટ્રમ્પ રહી સહી સહાનુભૂતિ પણ ગુમાવી દે એવી શક્યતા નકારી કઢાતી નહોતી.

Share Now