285 કરોડનાં બિલીંગ કૌભાંડમાં ગોંડલના મુખ્ય સૂત્રધારની ધરપકડ

315

કરચોરી કરનારો પર તવાઈ ઉતારવામાં આવી રહી છે. અમદાવાદ બાદ રાજકોટમાં કરોડો રૂપિયાનાં બોગસ વ્યવહારો આચરી કરોડોની ટેકસ ચોરી કરી હોવાનું કોેભાંડ બહાર આવ્યુ છે.રાજકોટ અને ગોંડલ આસપાસની પેઢીઓ સાથે માલ વેચાણનાં બોગસ વ્યવહારો કરી આશરે રૂ. ર૮પ કરોડોનાં બોગસ બીલીંગનાં કોૈંભાડમાં ઉંડી તપાસ બાદ સેન્ટ્રલ જીએસટીએ મુખ્ય સુત્રધાર ગોંડલનાં ર૬ વર્ષનાં શખ્સનીધરપકડ કરી આ પ્રકરણમાં વિશેષ તપાસ હાથ ધરી છે.

પેરેન્ટસ કોટ સ્પીન નામની ફર્મ ઉભી કરી ખાધતેલ અને કોટનનાં માલ વેચાણનાં કરોડો રૂપિયાનાં બોગસ વ્યવહારો કરી ખોટી રીતે કરોડોની ઈનપૂટ ટેકસ ક્રેડિટ લઈ લીધી હોવાનું સેન્ટ્રલ જીએસટીની તપાસમાં બહાર આવ્યુ હતુ. આશરે રૂ. ર૮પ કરોડનાં આવા બોગસ વ્યવહારોનાં કોૈંભાડનાં મુખ્ય સુત્રધાર ગોંડલનાં ચિરાગ ધીરજલાલ રૈયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સીજીએસટીનાં સૂત્રોનાં જણાંવ્યા મુજબ માત્ર કાગળ પર પેઢીઓ સાથે માલનાં વ્યવહારા કરવામાં આવ્યા હતા અને તેના આધારે કરોડોની ઈનપૂટ ટેક્ષ ક્રેડિટ લેવામાં આવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ.ઈન વોઈસ,ઈ વે બિલ,બેન્ક ડિટેઈલ,માલ વેચાણ થયો હોય તો તેની રકમ જમા થઈ હોવાનાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા કરોડોનાં બોગસ વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ હતુ.અનેક વ્યવહારો માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યા હતા.બોગસ ઈન વોઈસ આપવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યુ છે. બોગસ વ્યવહારોનાં આધારે આશરે રૂ. ૧૪.૩૩ કરોડની ઈનપૂટ ટેકસ ક્રેડિટ લઈ કરોડોની કરચોરી કરી હોવાનું આ પ્રકરણમાં બહાર આવ્યુ છે.

Share Now