બની કે દર પર લાખો નિશાર હોતે હૈ. બની બિગડે તો દૂશ્મન હજાર હોતે હૈ. અમેરિકાના આક્રમક પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની કારકિર્દી રાષ્ટ્ર પ્રમુખ તરીકે રીપીટ થઈ નથી.જગત જમાદાર બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની કસ્તી કિનારે આવી ને જ ડુબી ગઈ હોય તેવી સ્થિતિમાં ટ્રમ્પના ધમપછાડા છતાં તેમને પરાજીત થવું પડ્યું છે.ટ્રમ્પની પડતીની સાથે જ શત્રુ જોરમાં આવી ગયા હોય તેમ ઈરાકે પોતાના જનરલની હત્યામાં ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.બગદાદ કોર્ટે કાશીમ સુલેમાની અને અબુ મહેંદી અલ મોહદીશની ગયા જાન્યુઆરી મહિનામાં બગદાદમાં જ એરપોર્ટ નજીક થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવી હત્યા અને કાવતરા બદલ આરોપી ઠેરવી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. કાશીમ સુલેમાની અને મહેંદી અલ મોહદીશ ઈરાક અને ઈરાનમાં ખુબજ લોકપ્રિય અધિકારી હતી અને તે પ્રારંભથી જ ઈરાન-ઈરાકમાં અમેરિકાની ગેરહાજરીથી નારાજ હતા અને તેમનો વિરોધ કરતા હતા.
ઇસ્લામીક સ્ટેટ ગુ્રપ સામે લડવા બનાવવામાં આવેલા ઇરાનનું પીઠબળ ધરાવતા જુથો સહિત અનેક ઉગ્રવાદીઓના જુથોનું છત્રી સંગઠન અને રાજ્યની માન્યતા પ્રાપ્ત પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સનો અલ મુહાન્દીસ નાયબ નેતા હતો.જ્યારે સુલેમાની ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો વડો હતો.ધરપકડ વોરન્ટ પૂર્વ નિયોજીત હત્યા માટે હતો જેમાં આરોપ સાબીત થાય તો ફાંસીની સજા અપાય છે. જો કે આ વોરન્ટ ટ્રમ્પને બજાવવામાં આવે તેની શક્યતા ઓછી છે.
આ બંનેની મૃત્યુ બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતલ્લાહ ખમેનીએ તેમને શહીદ ગણાવીને બદલો લેવાની હાકલ કરી હતી.આયતુલ્લાહ ખામેનીએ ટ્વિટર પર લખ્યું છે કે અમે અબુ માહદી અને સુલેમાનીની આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ ઇસ્લામના તાલીમ પામેલા માણસનું મુખ્ય ઉદાહરણ હતું.તેણે આખું જીવન અલ્લાહની લડતમાં વિતાવ્યું.
સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલના નિવેદનના અનુસાર,ન્યાયાધીશ અબુ માહદીના પરિવારના નિવેદનો નોંધ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું કે હત્યાઓના આ કેસમાં હજી વધુ તપાસ ચાલુ છે.
તે જ સમયે, સુલેમાનીના મૃત્યુ પછી, યુ.એસ. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જનરલ સુલેમાની ઇરાકમાં અમેરિકન રાજદ્વારીઓ અને સૈન્ય કર્મચારીઓ પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.જનરલ સુલેમાની અને તેની કુડ્સ ફોર્સ હજારો અમેરિકનો અને અન્ય ગઠબંધન ભાગીદારોના સભ્યોના મોત અને ઇજાઓ માટે જવાબદાર છે.મંત્રાલયે વધુમાં કહ્યું કે જનરલ સુલેમાનીએ ભૂતકાળમાં બગદાદમાં યુએસ દૂતાવાસમાં પણ હુમલાઓને મંજૂરી આપી હતી.અમેરિકા વિશ્વભરના તેના લોકો અને હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.સુલેમાનીના અવસાન પછી ટ્રમ્પે અમેરિકન ધ્વજને કોઈ વિગતવાર માહિતી વગર ટ્વીટ કર્યું હતું.