ઉદ્યોગોની સરકારને ચેતવણી હવે કોરોનાના નામે નવા ટેક્સ કે સેસ લાદતા નહીં !

347

નવી દિલ્હી, તા.8 : કેન્દ્ર સરકાર આગામી બજેટ ઘડી રહી છે તે સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓ-બેન્કર્સ તથા અર્થશાસ્ત્રીઓએ જે ભલામણ કરી છે તેમાં સરકારને હાલની સ્થિતિમાં કોરોના ખર્ચ અને વેક્સિનેશનની કિંમતને પહોંચી વળવા માટે કોઇ વધારો ટેક્સ કે શેષ ન લાદવા ભલામણ કરી છે.અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે જો શેષ કે ટેક્સ લાદવામાં આવશે તો જે આવક કોરોનાકાળમાં ઘટી છે તેમાં પણ ઘટાડો થશે. હાલની સ્થિતિમાં સરકારે હાથ છુટો રાખવાની જરૂર છે.આ ઉપરાંત દેશમાં એવીએશન એટલે કે નાગરિક ઉડ્ડયન અને હોટલ ઉદ્યોગને ડાઇરેકટ બેનીફીટ એટલે કે સીધી સહાય કે રાહત મળે તેવા ઉપાયો જ કરવા અને ખોટા વ્યાજ-સબસીડી કે તેવા ઉપાયોગથી દુર રહેવા જણાવાયું છે.સરકારની ચિંતા બેન્કોના વધી રહેલા એમપીએની પણ છે અને કોરોના સંકટમાં એક તરફ મોનેટોરીયમ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટે નવા એનપીએ જાહેર કરવાની ના પાડી છે તથા ખુદ સરકારે ઇન્સોલવન્સી કાનુનને માર્ચ સુધી મુલત્વી રાખે છે જેથી બેન્કીંગ ક્ષેત્ર ત્રણ તરફથી ભીંસમાં છે તેને નવી મુડી આપવા માટે ભલામણ થઇ છે.સરકારે અનેક ઉપાયો કરવા છતાં હજુ માંગ તેની સ્પીડ પર પહોંચી નથી અને તેથી સરકારે તે બાજુ પણ વિચારવું પડશે. સરકારનો ડીસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ યોગ્ય રીતે ચાલતો નથી.લાંબા સમયથી એર ઇન્ડિયાથી ભારત પેટ્રોના ડીસઇન્વેસ્ટમેન્ટની વાતો છે પણ સરકાર નક્કર નિર્ણય લઇ શકતી નથી.

Share Now