હાલમાં ચાલી રહેલા લવ જેહાદના કાયદાની વાતો વચ્ચે વડોદરા શહેરના વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ પોતે હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો,વિધર્મી યુવાને જિલ્લા મેજીસ્ટ્રેટ-કલેક્ટર પાસે હિન્દુ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી.જે અરજી જિલ્લા મેજિસ્ટ્રેટે માન્ય રાખી હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી હતી.વિગતો મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોહેલ મલેક(નામ બદલ્યું છે)ને વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં રહેતી હર્ષા (નામ બદલ્યું છે) નામની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.ચાર-પાંચ વર્ષ સુધી ચાલેલા પ્રેમ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 2016માં પરિવારજનોની મરજીથી હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યાં હતા.ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન સોહેલખાને પોતાના ધારાશાસ્ત્રી મારફતે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટેની મંજૂરી માંગતી અરજી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ-કલેક્ટરમાં કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે યુવાનની અરજી માન્ય રાખીને હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી હતી.
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સોહેલખાનને હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે મંજૂરી આપતો હુકમ કર્યો છે.જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ સોહેલખાન અને હર્ષા સાથે રહે છે જેઓ હવે હિન્દૂ પરિવાર માં ભળી ગયા છે.