મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારની રાતે આગ લાગવાથી સિક ન્યૂર્બોર્ન કેર યૂનિટમાં હાજર 10 નવજાત બાળકોના મોત થયા હતા.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં જાણકારી મળી છે.તેના જણાવ્યાનુંસાર 3 નવજાત બાળકોના આગમાં ભડથૂ થવાથી મોત થયા છે જ્યારે સાતના શ્વાસ રુંધાવાથી મોત થયા છે.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર ઘટનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ મામલામાં કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે.તેમણે કહ્યું કે પ્રત્યેક મૃતક શીશુના પરિવારના સભ્યોને 5 લાખ રુપિયા વળતર આપવામાં આવે છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિલમાં આગ લાગવાથી 10 નવજાતોના મોત પર દુઃખ વ્યક્ત કરતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે આગ લાગ્યા બાદ મેડિકલ સ્ટાફના ન્યૂબોર્ન કેર યુનિટ બોર્ડની તમામ બારીઓ અને દરવાજા ખોલી દિધા અને શિશુઓને બાજુના વોર્ડમાં સ્થાનાંતરિત કરી દીધા છે. જોકે તે 17માંથી 10 બાળકોને બચાવી શકાયા નથી.
પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા
મંત્રીએ કહ્યું ડ્યૂટી પર હાજર ચિકિત્સાકર્મીઓએ નવજાત સઘન દેખરેખ યુનિટની બારીઓ અને દરવાજા ખોલી દીધા અને શિશુઓની સાથે રહેલા વોર્ડમાં ટ્રાન્સફર કરી દીધા.પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા.
જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મૃત દેહોના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે. વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે આ ઘટનામાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રયાસો કરીશું.
ગુનેગારોની વિરુદ્ધ કાર્યવાહી થાય
આ તરફ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની લાપરવાહી દાખવનારની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.તેમણે મૃતકોના પરિવારોને સાંત્વના આપી છે.ફડણવીસનું કહેવું છે કે ભંડારા જિલ્લા હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ જેમાં 10 બાળકોએ જીવ ગુમાવ્યો છે.તે બહું દુઃખદ અને હેરાન કરનારું છે.તેણે લખ્યું છે કે દુઃખના સમયે પરિવારની સાથે અમારી સંવેદનાઓ છે.આ મામલે યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને ગુનેગારોની વિરુદ્ધ કડક પગલા ભરાવા જોઈએ.’