એક તરફ સરકાર ઉત્તરાયણના તહેવાર પર માર્ગદર્શિકા જાહેર કરીને લોકો માટે નિયમો મૂકે છે.પરંતુ વાત જ્યારે પોતાના કાર્યક્રમોની આવે તો આ તમામ નિયમો અભરાઈએ ચઢી જાય છે.સરકારના આ બેવડા વલણ પર લોકો પણ વારંવાર રોષ પ્રગટ કરી ચૂક્યા છે
હાર્દિક દિક્ષીત/વડોદરા:કોરોનાની ગાઈડલાઈનને સૌથી વધુ ભંગ કરનારાઓમાં ગુજરાત ભાજપના નેતાઓ ટોચ પર છે એવુ કહી શકાય.વારંવાર પક્ષના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળે છે.આવા કાર્યક્રમો પર પક્ષના મોવડીઓ દ્વારા કોઈ લગામ લગાવવામાં આવતી નથી.ત્યારે ફરી એક વાર ભાજપના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે.વડોદરામાં ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટનમાં નેતાઓ અને કાર્યકર્તાઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.છતાં કોઈ તકેદારી રાખવામાં ન આવી.