સુરત શહેર ડાયમંડ નગરી નહીં, ગુનાખોરી નગરી તરીકે ઓળખાઈ રહી છે.અહીં રોજને રોજ હત્યા-બળાત્કાર જાણે સામાન્ય ગુના બની ગયા છે, ત્યારે અમરોલીમાં પરિણતા સાથે સારા જોબની લાલચ આપી માલિકે હત્યા કરવાની ધમકી આપી મકાનમાં પુરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે,ત્યારે અન્ય એક કિસ્સામાં કરિયાણાની દુકાને (Shop) ગયેલી 10 વર્ષની બાળકી સાથે 32 વર્ષિય ટેમ્પો ડ્રાઈવરે લાજ લેવાના ઇરાદે શારીરિક અડપલાં કર્યા.આ મામલે અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
મહિલા આરોપીને ત્યાં રોજ મજૂરી માટે આવતી હતી
સુરતના અમરોલી વિસ્તારમાં શ્રી રામ નગરમાં રહેતા અને સાડી પર ટીક્કી લગાવી જોબ વર્કનું કામ કરતા અલ્પેશ ગોસ્વામીને ત્યાં મહિલા સાડી પર ટીક્કી લગાવાનું કામ કરતી હતી.મહિલા અલ્પેશ પાસેથી રોજ મજૂરી માટે સાડી ટીક્કી લગાગવા પોતાના ઘરે લઈ જતી હતી.કામ પત્યા બાદ તે સાડી અલ્પેશને ત્યાં પરત આપી દેતી હતી.એક દિવસ મહિલા અલ્પેશને કામ પતાવ્યા બાદ સાડી આપવા આવી હતી,ત્યારે અલ્પેશની દાનત આ મહિલા પર બગડી હતી અને અલ્પેશે મહિલાને રૂમમાં ખેંચી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ.
મહિલાએ પતિને વાત જણાવતા કરવામાં આવી પોલીસ ફરિયાદ
મહિલાએ ઘરે આવી પોતાની આપવીતી પરિવારને સંભળાવી.મહિલાએ વાત પોતાના પતિને કરી અને અમરોલી પોલીસ મથકનો સહારો લીધો અને ત્યાં અલ્પેશ વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરી હતી,જ્યાં પોલીસ ફરિયાદ દાખલ થયાનું અલ્પેશને ખબર પડતા અલ્પેશ ફરાર થઈ ચુક્યો છે.ફરાર અલ્પેશની પોલીસે શોધ કરી છે.જ્યારે અન્ય એક કિસ્સામાં વાત કરીએ તો અમરોલી આવાસ વિસ્તારમાં 10 વર્ષિય કિશોરી કરિયાણાની દુકાને દૂધ-બિસ્કિટ લેવા ગઈ હતી ત્યારે ત્યાં જ હવસખોર આરોપી પોતે ટેમ્પો ડ્રાઈવર હોઈ સોડા બાટલીની ડીલીવરી કરવા આવ્યો હતો.
10 વર્ષની કિશોરીને જોઈને બગાડી દાનત
બપોરના સમયે આ 10 વર્ષિય કિશોરીને એકલી જોઈ તેની પર દાનત બગાડી તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો, જેથી ગભરાયેલી કિશોરીએ આ હવસખોર પાસેથી છૂટી માતાને વાત કહી હતી,જ્યાં માતાએ અમરોલી પોલીસ મથકમાં આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી,જ્યાં અમરોલી પોલીસે મોહસીન ખલીલટુંમ શેખ વિરુદ્ધ પોસ્કો અને છેડતીનો ગુનો નોંધી અમરોલી આવાસ વિસ્તારમાંથી બાતમીના આધારે તેની ધરપકડ કરી છે.