– ભીમરાડના બિલ્ડરે 45 લાખથી નીચી કિંમતે ફ્લેટ બતાવ્યા
સુરત : ભીમરાડ ખાતેના માર્વેલા ગ્રુપ પર સીજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા.બિલ્ડરનો પ્રોજેક્ટ કિંમત અને સ્ક્વેર ફૂટની રીતે એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં આવતો ન હોવા છતાં એક ટકા જ ટેકસ ભરતો હતો.આ રીતે બિલ્ડરે બે કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું સપાટી પર આવ્યુ હતુ.નિયમ મુજબ જે પ્રોજેક્ટ એફોર્ડેબલ પ્રોજેક્ટ હોય તેણે જ એક ટકા ટેક્સ ભરવાનો હોય છે.ભિમરાડ ઉપરાંતના શહેરના અનેક વિસ્તારમાં બિલ્ડરો આ રીતે ખેલ કરતા હોવાની માહિતી જીએસટીની મળી છે એટલે આગામી સમયમાં અન્ય બિલ્ડરો પણ સાણસામાં આવી શકે છે.ભિમરાડના ખેડૂતોએ જે જમીનો વેચી છે તેની માહિતી પણ ડિપાર્ટમેન્ટે મેળવી છે.
ચાર ટકાનો ખેલ કેવી રીતે કરાતો હતો
બિલ્ડરના પ્રોજેક્ટમાં 145 ફ્લેટ છે અને 22 દુકાનો છે.જે પૈકીના મોટાભાગના ફ્લેટ 45 લાખથી ઉપરના છે.એટલે જીએસટી નોટિફિકેશન પ્રમાણે બિલ્ડરે 5 ટકા ટેક્સ ભરવો પડે.જોકે,બિલ્ડર દ્વારા કિંમત 45 લાખથી નીચે જ હોય એ રીતે બતાવવામાં આવતું હતું.આથી એક ટકા જ ટેક્સ ભરવો પડે.આમ સીધી રીતે ચાર ટકા ટેક્સની ચોરી કરવામાં આવતી હતી.