નવી દિલ્હી: ટ્વીટર પર ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક થતા ફોલોવર્સની રેસમાં PM નરેન્દ્ર મોદી આગળ નીકળ્યાં છે. સક્રિય નેતાઓની યાદીમાં વિશ્વમાં વડાપ્રધાન મોદી નંબર વન પર છે.તેઓને ટ્વીટર પર 6.47 કરોડ લોકો ફોલો કરે છે.
થોડા દિવસો પહેલા જ ટ્વીટર પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.ટ્રમ્પના પર્સનલ એકાઉન્ટ પર 88.7 મિલિયન એટલે કે 8 કરોડ 87 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા.જેથી વિશ્વના સક્રિય રાજનેતાઓમાં ટ્વીટર ફોલોઅર્સની દ્રષ્ટિએ તે પ્રથમ ક્રમે હતા અને 64.7 મિલિયન એટલે કે 6 કરોડ 47 લાખ લોકો ફૉલોઅર્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા સ્થાને રહ્યા હતા.પરંતુ અમેરિકી સંસદમાં ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસા ભડકાવવામાં આવતા માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.તેમના પર આરોપ છે કે તેમને ઉશ્કેરણીજનક ટ્વીટ અને ભાષણો આપી સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા.
જેથી એક્ટિવ નેતાઓની યાદીમાં ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક થતા અજાણતા જ વડાપ્રધાન મોદી વિશ્વના નંબર વન સક્રિય રાજનેતા બની ગયા છે.અહીં એ નોંધવું જરૂરી છે કે,સામાન્ય કેટેગરીમાં વિશ્વમાં સૌથી વધુ લોકો આજે પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ફોલો કરે છે. ટ્વીટર પર ઓબામાને 127.9 મિલિયન એટલે કે 12 કરોડ 79 લાખ ફોલોઅર્સ છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડનને ટ્વીટર પર 23.3 મિલિયન લોકો ફોલો કરે છે.