કોરોના રોગચાળાની ખૂબ આકરી અસર થઈ હોય એવા દેશોમાંલોકોનાં દુખ અને એકાંતની વ્યાધિઓમાં રાહત માટે સ્ટ્રીટ સિંગર્સ,મ્યુઝિશ્યન્સ અને સ્ટ્રીટ મૅજિશ્યન્સે ગયા વર્ષમાં ઘણા પ્રયાસ કર્યા હતા.હજી રોગચાળાનું જોખમ ઘટ્યું ન હોય એવા દેશોમાંએક જપાન છે. એ જપાનમાં ચિયર લીડર કન્યાઓ લોકોની નિરાશા અને ઉદાસી દૂર કરવામાં મદદ કરે છે.ટોક્યોના સિમ્બાશી રેલવે-સ્ટેશન પર ચિયર લીડર કન્યાઓને જોઈને લોકો ખુશ થઈ જાય છે.આ રીતે વિશેષ પ્રયત્નશીલ જૂથોમાં એક કુમી અસાઝુમાના નેતૃત્વ હેઠળની ‘જપાન ગર્લ્સ ચિયર ક્લબ’ છે