કોરોનાના હાહાકાર વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિએ માત્ર ફૂલો પર કર્યો અધધ પાંચ કરોડનો ખર્ચ,મચ્યો હોબાળો

290

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કોરોના કાળમાં કરેલા ખર્ચાના કારણે વિરોધનો સામનો કરી રહ્યા છે.વિપક્ષી દળના નેતાઓ આ માટે તેમના પર નિશાન સાધી રહ્યા છે. ઇમૈનુએલ મૈક્રોએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભવન એલિસી પેલેસમાં 2020ના વર્ષમાં માત્ર ફૂલો ઉપર 7,29,000 ડોલર (5,36,27,791 રુપિયા)નો ખર્ચ કર્યો છે.ફ્રાંસમાં કોરોનાના કારણે પડેલા આર્થિક ફટકા વચ્ચે મૈક્રોનૈ આ ખર્ચના કારણે હોબાળો મચ્યો છે.વિપક્ષી પાર્ટીઓ સહિત દેશના સામાન્ય લોકો સોશિયલ મીડયા પર રાષ્ટ્રપતિની ટીકા કરી રહ્યા છે.લોકો આ ખર્ચને ફાલતુ ગણાવી રહ્યા છે.

ખર્ચના મામલામાં ઇમૈનુએલ મૈક્રોએ તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓનો રેકોર્ડ તોડ્યો

ઇમૈનુએલ મૈક્રોએ ફૂલો પર કરેલા ખર્ચનો રિપોર્ટ ફ્રાંસની મીડિયા કંપની પોલિટિસ દ્વારા રજૂ રવામાં આવ્યો હતો.તેમણે જણાવયા અનુસાર ખર્ચના મામલામાં ઇમૈનુએલ મૈક્રોએ તેમની પહેલાના તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંકોઇસ હોલાંદેએ 2015ના વર્ષમાં 1,62,000 ડોલર (1,19,17,287 રુપિયા) અને નિકોલસ સરકોજીએ 2011માં 1,74,000 ડોલર (1,28,00,049 રુપિય)નો ખર્ચ કર્યો હતો.

આ સમાચાર આવ્યા બાદ ફ્રાસના સોશિયલ મીડિયાથી લઇને મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોની આલોચના થઇ રહી છે.લોકોનું કહેવું છે કે જ્યરે દેશ કોરોના મહામારીના કારણે ખરાબ રીતે પ્રભાવિત હોય અને દેશમાં ભયંકર આર્થિક સંકટ હોય તેવા સમયમાં રાષ્ટ્રપતિ દ્વારા આટલો ખર્ચ કરવો યોગ્ય નથી.

Share Now