બિટકોઇનના વળતા પાણી, રોકાણકારોની ઉંઘ હરામ, બે દિવસમાં ધડામ કરતાં પછડાયો

463

ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે.છેલ્લા બે દિવસ દરમિયાન બિટકોઇનમાં આશરે 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.ફરી એક વખત રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે.અચાનકથી બિટકોઇનમાં આટલો મોટો ઘટાડો રોકાણકારોને ડરાવી રહ્યો છે કે ક્યાંક બિટકોઇનનો ફુગ્ગો ફુટી ન જાય.

બિટકોઇનમાં રોકાણ કરનારાઓને ચિંતા છે કે શું બિટકોઇનના પતનની આ શરૂઆત છે? માર્ચ 2020 પછી આ બે દિવસમાં બિટકોઇનના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.

બિટકોઇન બે દિવસમાં 21 ટકા ગગડ્યો

રવિવાર અને સોમવારે બિટકોઇનના ભાવમાં 21 ટકાનો ઘટાડો થયો હતો,પરંતુ યુરોપિયન સત્ર પછી તે કંઈક અંશે સુધર્યો હતો પરંતુ હજુ પણ ભાવોમાં ભારે ઘટાડો થયો છે.આ અગાઉ 8 મી જાન્યુઆરીએ બિટકોઇનની કિંમત 42,000 ડોલર વટાવી ગઈ હતી. તે રવિવારે ઘટીને 38,000 ડોલર થઈ ગઈ છે.સોમવારે બપોર સુધીમાં,વર્ચુઅલ ચલણ લગભગ 10,000 ડોલરનું નુકસાન કરી રહ્યુ હતું. તે તૂટીને, 32,389 ડોલર થઈ ગઈ છે.જો કે,તે સાંજે થોડુ સુધર્યુ હતુ. સાંજે 6.30 વાગ્યે, તે 12.34% ના ઘટાડા સાથે 34,480 પર ટ્રેડ કરી રહ્યો હતો.બે દિવસમાં તેની કિંમતમાં 8000 ડોલરની નજીકનો ઘટાડો થયો હતો. આજે એક બિટકોઇનની કિંમત 25 લાખ 40 હજાર રૂપિયાની નજીક છે, જે 8 જાન્યુઆરીએ 31 લાખ રૂપિયા પહોંચી ગઇ છે.

રોકાણ કારોમાં ફફડાટ ક્યાંક મોટા કડાકાની શરૂઆત તો નહી ને?

નિષ્ણાતો માને છે કે આ એક મોટા સુધારણાની શરૂઆત છે.સિંગાપોરના ક્રિપ્ટો એક્સચેંજ લુનોમાં (Luno) બિઝનેસ ડેવલપમેન્ટના વડા વિજય અય્યરે જણાવ્યું હતું તે જોવું રહ્યું કે આ મોટા ઘટાડાની શરૂઆત છે કે નહીં.ગયા વર્ષે,બિટકોઇનના ભાવમાં ચાર ગણો વધારો થયો હતો.

2017 પહેલાં,તેની કિંમત ખૂબ જ ઝડપી રીતે વધી હતી અને તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય રહ્યુ હતુ પરંતુ તે પછી તેની કિંમતમાં ભારે ઘટાડો થયો હતો.બીટકોઈન પછીનો બીજો સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ઇથર (Ether) માં પણ 21%નો ઘટાડો થયો છે.

ક્રિપ્ટોમાં નાખેલા પૈસા ડૂબી જશે

બ્રિટનના ફાઇનાન્સ રેગ્યુલેટર દ્વારા સોમવારે ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે કડક ચેતવણી આપવામાં આવી છે.તેઓ કહે છે કે જે લોકો તેમાં નાણાંનું રોકાણ કરે છે બધા પૈસા ગુમાવશે.તેમના મતે ક્રિપ્ટોએસેન્ટ્સમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે.નિયમનકારે આ ચલણોની અસ્થિરતા, જટિલતા અને રોકાણની સુરક્ષાના અભાવ અંગે ચિંતિત છે. કન્વોય ઇન્વેસ્ટમેન્ટ્સ એલએલસીના (Convoy Investments LLC) સહ-સ્થાપક, હોવર્ડ વાંગે કહ્યું કે બિટકોઇન ચોક્કસપણે પરપોટો સાબિત થશે.

Share Now