– ફૂડ વિભાગે છાપો મારતા લાખોનો સમાન જપ્ત
મહારાષ્ટ્ર પુના ખાતે પકડાયેલા ગુટખાના તાર દાનહની એક બંધ કંપની સાથે જોડાયા છે ફૂડ વિભાગ દ્વારા છાપો મારતા લાખોનો સમાન જપ્ત કરાયો છે.પુના ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારી રજનીશ નિર્મલે ત્યાં યોજાયેલ પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે સેલવાસ નજીક સીલી ખાતે આવેલ કાશી વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમા છાપો મારી કંપની સંચાલક સાથે કુલ બે વ્યક્તિની ધરપકડ કરી છે ત્યારે બાદ દાનહ ફૂડ વિભાગ દ્વારા કંપનીમાં સંગ્રહ કરાયેલો ગુટખા બનાવવાના સમાનને સીલ કરાયો છે.
આ માલ કેટલા રૃપિયાનો હોય એની જાણકારી મળી નથી જોકે ગત ત્રણ વર્ષ અગાવ આ કંપનીમાં દાનહ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છાપો મરાયો હતો ત્યારે બાદ કંપની બંધ કરાય હતી તેમ છતાં કંપની અંદરખાને ચાલી રહી હતી વધુ તપાસ પુના કરાઇમ બ્રાન્ચ સાથે દાનહ ફૂડ વિભાગે હાથ ધરી છે.