Union Budget 2021:કોરોનાની સારવારમાં થતા ખર્ચ પર આવકવેરાની છૂટ મળી શકે છે,જાણો વિગતવાર

245

કેન્દ્રીય બજેટ 2021 માં કેન્દ્ર સરકાર કરદાતાઓ માટે કોવિડ -19 સારવારમાં કરવામાં આવતા ખર્ચ પર આવકવેરા મુક્તિ જાહેર કરી શકે છે.એક રિપોર્ટ અનુસાર,બજેટમાં કરદાતાઓને આ બાબતે છૂટની ઘોષણા કરવામાં આવી શકે છે જેમની પાસે આરોગ્ય કે તબીબી વીમા કોઈપણ પ્રકારનો નથી.કોરોના સારવાર ઉપર મુક્તિ માટે આવકવેરા કાયદાની કલમ 80 DDB હેઠળ બજેટમાં રાહતની ઘોષણા થઈ શકે છે.

1 લાખ સુધીના ખર્ચ પર ટેક્સ છૂટ
સૂત્રોના જણાવ્યા અનુસાર,કોરોનાને કોઈ ચોક્કસ રોગમાં સમાવિષ્ટ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આવકવેરામાં આ મુક્તિ ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જેની પાસે કોઈ હેલ્થ પોલિસી નથી. એવું માનવામાં આવે છે કે હાલના નાણાકીય વર્ષથી કોરોના સારવાર પર કર મુક્તિની શરૂઆત થઈ શકે છે.સારવાર માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયાના ખર્ચે ટેક્સ કપાત શકય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,આ છૂટનો ઉપયોગ સેલ્ફ અને આશ્રિત બંને માટે થઈ શકે છે.અત્યારે આ છૂટ કેન્સર સહિત બે ડઝનથી વધુ રોગોને લાગુ પડે છે.

કોરોના રસીકરણ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ
દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ રહ્યો છે. તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની એક વીડિયો કોન્ફરન્સમાં તેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી છે.આ પછી,તેમણે જાહેરાત કરી છે કે રસીકરણના પ્રથમ તબક્કાના ખર્ચ રાજ્ય સરકાર સહન કરશે નહીં.દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ યથાવત છે.ભારતમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે સામે સક્રિય કેસની કુલ સંખ્યા 2,22,526 છે.

Share Now