સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે વડોદરા પોલીસની બેવડી નીતિ : ભાજપની રેલી સામે કોઈ ફરિયાદ નહીં, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

357

વડોદરા, તા. 13 : વડોદરા શહેરમાં ગઈકાલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ રેલી કાઢી હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ જણાવ્યો હતો.જ્યારે ભાજપના સાંસદના નિવાસ સ્થાને યુવક કોંગ્રેસના કાર્યકરોએ ઉતરાયણ પર પ્રતિબંધ મૂક્યો છે.તેનો વિરોધ કરવા દેખાવ કર્યા ત્યારે પોલીસે રેલી કરનારા સામે કોઈ કાર્યવાહી કરી નહીં અને સંસદ સભ્યના નિવાસ્થાને દેખાવ કરનારા ગણતરીના યુવક કોંગ્રેસના કાર્યકરો સામે સોશિયલ ડિસ્ટન્સનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી જેથી વડોદરા પોલીસની બેવડી નીતિ જાહેર થઈ હતી.

વડોદરામાં મંગળવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાજપના વોર્ડ.નં.13 અને 18ના પરિવાર દ્વારા લોકો અને કાર્યકર્તાના સહકારથી બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી વોર્ડ નં.13 અને 18ના વિસ્તારમાં ફરી હતી. સામાન્ય માણસ સામે રૂવાબ છાટતી પોલીસને આ રેલીમાં સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન નજરે ચડ્યું ન હતું.જ્યારે દ્રશ્યોમાં 100થી વધુ વ્યક્તિનો મેળાવડો જોવા મળ્યો હતો.જ્યારે કોંગ્રેસના માત્ર 15 કાર્યકરો સાંસદના ઘરે ઘેરાવ કરતા પોલીસને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન જણાતા તાબડતોબ 8 કાર્યકરોની અટકાયત કરી હતી.

મંગળવારે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી.વડોદરામાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજી કોરોનાની ગાઇડલાઇનને નેવે મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.કોરોના કાળમાં સભા કે રેલી યોજવા પર પ્રતિબંધ હોવા છતાં યુવા ભાજપે બાઇક રેલી યોજી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. એક તરફ ઉત્તરાયણ પર લોકોને ધાબા પર એકત્ર થવા પર રોક છે તો બીજ તરફ ભાજપે રેલી યોજી રહ્યું છે.પોલીસે ભાજપના કાર્યકરોને રેલી યોજવાની મંજૂરી આપી કે નહીં તે મોટો સવાલ છે.રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે જન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી વોર્ડમાં ફેરવવામાં આવી હતી.રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પ્રશાસન દ્વારા મસ મોટો દંડ વસૂલવામાં આવે છે.ત્યારે ભાજપના કાર્યકરો પાસેથી દંડ વસૂલશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.વડોદરા ભાજપના યુવા મોરચા દ્વારા નીકળેલી બાઇક રેલી શહેરના વિવિધ રસ્તા પર નીકળી હતી.

બાઇક રેલીને કારણે રસ્તા પર પસાર થઇ રહેલા વાહનચાલકોને પરેશાની થઇ હતી. બાઇક રેલીને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

તો બીજી તરફ રાષ્ટ્રીય યુવા દિનએ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉતરાયણ પર્વ પર ભાજપે મુકેલા પ્રતિબંધ અને યુવાનોને રોજગારી આપવાની માંગ સાથે સાંસદના ઘરે ધસી જઇ ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસના કાર્યકરો નિઝામપુરામાં રહેતા સાંસદ રંજનબેન ભટ્ટના ઘરને ઘેરાવો કરવાના હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.યુથ કોંગ્રેસના પ્રમુખ અસ્ફાક મલેકની આગેવાનીમાં કાર્યકરો સાંસદના ઘરે પહોંચ્યા હતા.જોકે કાર્યકરો હલ્લાબોલ કરવા જાય તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. અહીંયા પોલીસને સોશ્યલ ડિસ્ટનસિંગનો ભંગ દેખાયો હતો અને અસ્ફાક મલેક,પાર્થ પટેલ,પ્રજ્ઞેશ જયસ્વાલ,મનોજ આચાર્ય,ઉમંગ સોલંકી,સુપ્રીત પરમાર,વિજય ભોંસલે અને નીખીલ સોલંકીની કોવિડ ગાઈડલાઈન તથા ગેરકાયદેસર અવરોધ બદલ અટકાયત કરી હતી

Share Now