પીપીએફ માં ડિપોઝિટની લિમિટ વધારીને ત્રણ લાખ કરવાની રજૂઆત
આગામી કેન્દ્રીય બજેટ માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે નાણાકીય ક્ષેત્રે વધુ સુદ્રઢતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે જો કે કેન્દ્ર સરકાર માટે રાજકોષીય ખાધ પહેલાથી ચિંતાનો વિષય રહી છે.આ વખતે કોરોનાવાયરસ મહામારી અને તેના માટેના અબજો રૂપિયાના ખચર્િ વચ્ચે નાણામંત્રી બજેટ રજૂ કરશે માટે તેમની કસોટી થઈ જવાની છે.
આમ છતાં કેન્દ્ર સરકાર આ વખતે રાજકોષીય ખાધ ઘટાડવા નો અંદાજ રાખશે અને જીડીપીના 4% નો લક્ષ્યાંક રાખવામાં આવશે અને કદાચ બજેટમાં આ મુજબ નાણામંત્રી જાહેરાત કરશે.
નાણામંત્રાલયના વર્તુળોએ એવો સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રના વિસ્તૃતીકરણ અને મજબૂતાઈ માટેના પગલા જાહેર કરવામાં આવશે અને તેના માટે નાણાંકીય સહાયની જરૂર પડશે અને એટલા માટે 2025-26 સુધી રાજકોષીય ખાધ નો ટાર્ગેટ ચાર ટકા જેટલો અંદાજવામાં આવશે.
કોરોનાવાયરસ મહામારીની સામે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો લડી રહ્યા છે અને હવે રસીકરણ પણ શરૂ થયું છે ત્યારે કેન્દ્ર સરકાર પર ખર્ચનો બોજ વધતો જાય છે અને તેની સામે આગામી દિવસોમાં વધુ કેટલાક રાહત અને પ્રોત્સાહક ના પગલા પણ જાહેર કરવા પડશે અને તેના માટે નાણાકીય સ્ત્રોતો ઉભા કરવા પડશે.
આ બધી કવાયત ની પાછળ કેન્દ્ર સરકારને અંદાજ કરતાં વધુ ખર્ચ કરવો પડશે. દરમિયાનમાં કેન્દ્ર સરકાર પર પીપીએફ માં ડિપોઝિટની લિમિટ વધારીને રૂપિયા 3 લાખ કરી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે અને નાણામંત્રી બજેટમાં તેનો કેવો પ્રતિભાવ આપે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.