નવી દિલ્હી, 18 જાન્યુઆરી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ લાંચ આપવાના મામલે મોટી અને કડક કાર્યવાહી કરી છે.સીબીઆઈની ટીમે રવિવારે દેશના કુલ 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા,અને રેલ્વે ક્ષેત્રના કાળા બજારનો પર્દાફાશ કર્યો હતો.આ કેસમાં સીબીઆઈએ ભારતીય રેલ્વે એન્જિનિયરિંગ સર્વિસમાં કાર્યરત વરિષ્ઠ અધિકારી સાથે અન્ય બે સાથીઓની ધરપકડ કરી છે.સીબીઆઈના આ કારવાઈ ના પગલે દેશભરના રેલ્વે ક્ષેત્રે હલચલ મચી ગઈ છે.
આ કેસમાં મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ચૌહાણ છે.જે 1985 ની ટુકડીનો અધિકારી છે.તેના પર 1 કરોડની લાંચ લેવાનો આરોપ છે.સીબીઆઈએ કાર્યવાહી કરતી વખતે તમામ પૈસા વસૂલ કર્યા છે.આરોપીઓએ રેલવેમાં વિવિધ કામોના કોન્ટ્રાક્ટ મેળવવાના પક્ષપાત માટે ખાનગી કંપની પાસેથી, 1 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.આ કેસમાં સીબીઆઈની ટીમે એક સમયે જ દેશના કુલ 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા.આમાં આસામ,દિલ્હી,ઉત્તરાખંડ,ત્રિપુરા અને સિક્કિમ શામેલ છે.આરોપીઓએ અસમના નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ કામોના કોન્ટ્રાક્ટ મેળવવા માટે, લાંચની માંગણી એક ખાનગી કંપનીને કરી હતી.આ કેસ અંગેની ગુપ્ત માહિતી મળ્યા બાદ,સીબીઆઈએ આ આકરા પગલાં લીધા છે.સીબીઆઈની ટીમે આસામમાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેની હેડ ઓફિસ માલેગાવમાં પણ દરોડા પાડ્યા છે.અહીંથી 1 કરોડની રકમ મેળવવામાં આવી છે.