સાઉદી અરબ અને આફ્રિકાના રણમાં ભારે હિમવર્ષા:તાપમાન -2 ડિગ્રી સુધી પહોંચ્યુ

303

અસીરઃ સાઉદી અરબ અને આફ્રિકાના મરુસ્થળ (રણપ્રદેશ)માં આ વખતે જાન્યુઆરીમાં જોરદાર હિમવર્ષા થઇ છે,સાઉદીમાં પારો માઇનસ 2 ડિગ્રી સુધી ગગડી ગયો.અહીંના વિસ્તારોમાં રેતી પર બરફની ચાદર છવાઇ ગઇ.છે

વિશ્વભરમાં ઘણા દેશોમાં જાન્યુઆરી મહિનો ઠંડીના ચમકારાથી ભરપુર હોય.જમ્મુ-કાશ્મીરમાં તો 41 દિવસનો ચેલ્લાં કલાઇ (કાતિલ ઠંડી)નો એક આખો પીરિયડ હોય છે. જેની અસર દેશના બાકીના ભાગો પર પડે છે.જ્યાં ઠંડી વધી જાય છે.ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે.

સાઉદીના અસીર ક્ષેત્રમાં આશરે 5 વર્ષ પછી આવી હિમવર્ષા થઇ છે.તાબુક સહિત ઉત્તર-પશ્ચિમના પર્વતીય વિસ્તારોમાં પારો બહુ નીચે જતા રહેતા ઠંડી વધી ગઇ છે.તેથી અધિકારીઓએ લોકોને ઠંડીથી બચવાના ઉપાયો કરવાની સલાહ આપી છે.સામાન્ય રીતે અહીંના લોકો ગરમ લુથી બચવાના ઉપાયો કરતા હોય છે.

રિપોર્ટ્સ મુજબ સાઉદીમાં આશરે 50 વર્ષ બાદ આટલા નીચલા સ્તરે તાપમાન ગયું છે. નોંધનીયે છે કે રણપ્રદેશમાં હિમવર્ષા થી સ્થાનિક લોકો અજાણ નથી.ક્યારેક ક્યારેક થઇ પણ જાય છે. આમ તો સામાન્ય રીતે મરુસ્થળોમાં શિયાળામાં રાતનું તાપમાન અકદમ ગગડી જાય છે.જિયા ટીવી મુજબ સાઉદી અરબના અસીર ક્ષેત્રમાં થયેલી અદભૂત હિમવર્ષા અને રેતી પર છવાયેલી બરફની ચાદર જોવા સ્થાનિક લોકો તો ઠીક વિદેશ પર્યટકો પણ આવી રહ્યા છે.

ઉત્તરીય આફ્રિકાનાઅઇન સેફરામાં 2018માં પણ હિમવર્ષા થઇ હતી.આ વિસ્તારોમાં છેલ્લા 40 વર્ષમાં ચોથી વખત હિમવર્ષા (Saudi snowfall) નોંધાઇ છે.અગાઉ 2017,218 અને તે પહેલાં 1980માં હિમવર્ષા થઇ હતી.અહીં શિયાળામાં સામાન્ય તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહે છે. જ્યારે ગરમીમાં 40 ડિગ્રીએ પહોંચી જાય છે

Share Now