મુંબઇ: ક્રાઇમ બ્રાંચએ મુંબઇમાં એક બાળકને વેચનાર રેકેટનો ભંડાફોડ કર્યો છે.આ ગેંગની 6 મહિલાઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.મુંબઇ પોલીસનો દાવો છે કે આ ગેંગ બાળકને દત્તક લેવાની આડમાં બાળકોને વેચતા હતા.ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક રિપોર્ટ અનુસાર,આરોપી આર્થિક રૂપથી નબળા વર્ગની મહિલાઓને નિશાન બનાવતા હતા.આ મહિલાઓ સાથે સંપર્ક કરી તેમના બાળકોને ‘દત્તક લેવા’નું લાલચ આપતા હતા અને પછી આ બાળકોને વેચતા હતા.
આ પ્રકારે થયો ખુલાસો
મુંબઇ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ બાળકીઓને 60,000 રૂપિયામાં અને બાળકોને 1.50 લાખ રૂપિયામાં વેચતા હતા.અત્યાર સુધી ગત છ મહિનામાં આ ગેંગ ચાર બાળકોને વેચી ચૂકી છે.જોકે પોલીસને આશંકા છે કે આ સંખ્યા ખૂબ વધુ હોઇ શકે છે.આ રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે મુંબઇ પોલીસ સબ ઇંસ્પેક્ટર યોગેશ ચૌહાણ અને મનીષા પવારને એક એવી મહિલાઓ મળી જે બાળકોને વેચી રહી હતી.ત્યારબાદ શરૂ કરવામાં આવી અને રૂખસાર શેખ નામની એક મહિલાની ઓળખ કરવામાંન આવી, હેને રૂપાલી વર્માના માધ્યમથી એક બાળકીને વેચી હતી.આગળની તપાસમાં ખબર પડી કે અન્ય મહિલા શાહજહાં જોગિલલકરએ પણ વર્માના માધ્યમથી બાળકો વેચી હતી.
સંખ્યા થઇ શકે છે વધુ
ત્રણેય મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી, જે દરમિયાન શેખએ ખુલાસો કર્યો કે 2019માં વર્માએ પોતાની બાળકીને 60,000 રૂપિયામાં વેચી અને તાજેતરમાં તેના નવજાત બાળકોને 1.5 રૂપિયા વેચવામાં આવી, જોગિલકરએ જણાવ્યું કે તેને ધારાવીમાં પોતાની નવજાત પુત્રીને 60,000 રૂપિયામાં એક પરિવારને વેચી છે. પૂછપરછ દરમિયાન વર્માએ બે અન્ય મહિલાઓને હિના ખાન અને નિશા અહિરેનું નામ લીધું. જેમણે એજન્ટના રૂપમાં કામ કર્યું.
સબસીકુંટલી, આરતી સિંહ, રૂપાલી વર્મા, રૂખસાર શેખ, નિશા અહિરે, હીના ખાન, ગીતાંજલિ ગાયકવાડ, શાહજહાં જોગિલકર અને સંજય પદમ પર હ્યૂમન ટ્રાફિકિંગ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (Human trafficking and the Juvenile Justice Act)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.પોલીસ કેસની તપાસની તપાસ કરી રહી છે, અંદેશો છે કે એવા કેસની સંખ્યા વધુ હોઇ શકે છે.