તાંડવનો વિવાદ પહોંચ્યો ચરમસીમાએ, યુપી પોલીસની ટીમ મુંબઈ જવા રવાના

283

એમેઝોન પ્રાઈમની વેબ સીરીઝ તાંડવ પર રાજકારણ ગરમાયું છે.આ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ છે.લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી મુંબઈ જશે અને નિર્માતા અને કલાકારો સાથે પુછપરછ કરશે.જણાવી દઈએ કે તાંડવ વેબ સીરીઝમાં હિંદૂ ભાવનાઓને આહત કરતા સીન દર્શાવવામાં આવ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

લખનઉના પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઈંસ્પેક્ટર તરફથી જ એમેઝોન પ્રાઈમની ઈંડિયા હેડ અપર્ણા પુરોહિત,વેબ સીરીઝ તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ,પ્રોડ્યુસર હિમાંશૂ કૃષ્ણ મેહર અને રાઈટર ગૌરવ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં એક વિશેષ સમુદાયને ભડકાવવા અને દેશના પ્રધાનમંત્રી વિરુદ્ધ અશોભનીય ચિત્રણ કરવાની વાત કરવામાં આવી છે.

Share Now