ઇઝરાયલના ધર્મગુરુને એવો ડર છે કે કોરોના વૅક્સિન લોકોને ગે બનાવશે

308

ઇઝરાયલના મીડિયાએ જણાવ્યા અનુસાર રબ્બી (ધર્મશિક્ષક) ડૅનિયલ એસરે એક ઑનલાઇન કાર્યક્રમ દરમ્યાન એવો વિચિત્ર દાવો કર્યો હતો કે કોરોના વાઇરસની રસી લોકોને ગે બનાવી શકે છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે રસીકરણનો પ્રયત્ન એ વિશ્વમાં નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા માટેની વિશ્વની બદઈરાદાયુક્ત સરકારની કોશિશનો એક ભાગ છે.

જોકે તેમણે તેમના વિચિત્ર દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.
રસી અને સમલૈંગિકતા વચ્ચેનું જોડાણ તથ્યની દૃષ્ટિએ ખોટું હોવા ઉપરાંત ધર્મશિક્ષકો દ્વારા કરવામાં આવેલાં નિવેદનોમાં પણ વિરોધાભાસ સર્જે છે,કારણ કે કેટલાક અગ્રણી ધર્મશિક્ષકો તેમના અનુયાયીઓને રસી મુકાવવાની અપીલ કરે છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલમાં બે મિલ્યન કરતાં વધુ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે,જ્યારે ૨,૨૫,૦૦૦ લોકોએ બીજો શૉટ મેળવી લીધો છે.
ઇઝરાયલ માર્ચ મહિનાના મધ્ય ભાગ સુધીમાં એના ૯ મિલ્યન નાગરિકોમાંથી પાંચ મિલ્યન નાગરિકોને રસી મૂકવાની યોજના ધરાવે છે.

Share Now