મેટ્રો પ્રોજેક્ટના શ્રીગણેશ:200 ઇજનેરે આજથી મેટ્રોનું કામ શરૂ કર્યું,11 કિમીમાં 600 પીલર બનાવાશે

290

સરથાણાથી ડાયમંડ બુર્સ સુધી 21.61 કિલોમીટરના ફેઝ-1માં ડાયમંડ બુર્સથી કાદરશાની નાળ સુધી 11 કિલોમીટર એલિવેટેડ અને 3.47 કિલોમીટર ચોક બજારથી રેલવે સ્ટેશન સુધી અંડર ગ્રાઉન્ડ મેટ્રોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સ ખાતે કોન્ટ્રાક્ટ લેનાર કંપની દ્વારા કામ શરૂ કરી દેવાામાં આવ્યું છે. જ્યારે ચોક બજારથી રેલવે સ્ટેશન સુધીના અંડર ગ્રાઉન્ડ મેટ્રો માટે કોન્ટ્રાક્ટ લેનાર કંપની ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેશે.

ફેક્ટરીમાં સ્લેબ તૈયાર થશે:મેટ્રોનું કામ ઝડપથી તૈયાર કરવા માટે રૂટની અલગ અલગ 4 જગ્યા પર પીલર તૈયાર કરવાનું કામ કરાશે.આ ઉપરાંત રોડ પર પીલર બનતા હશે ત્યારે બીજી બાજુ ફેક્ટરીમાં (કાસ્ટિંગ યાર્ડ) સ્લેબ તૈયાર કરવામાં આવશે. એટલે કે એક સાથે બે જગ્યા પર કામ ચાલશે.સ્લેબ તૈયાર થઈ જાય એટલા તરત જ તેને પીલર પર ગોઠવવામાં આવશે.તૈયાર સ્લેબને પીલર પર ગોઠવવા માટે 5 મશીનનો ઉપયોગ કરવામાં આવશે.જ્યારે પીલર માટે બોરિંગ કરવા માટે 15 હાઈડ્રોલિક રિંગ મશિનનો ઉપયોગ કરવામાં આવશે.

મુંબઈ, અમદાવાદ મેટ્રોમાંથી આ શિખ્યા:મુંબઈમાં મેટ્રો સ્ટેશન એક પીલર પર જ્યારે અમદાવાદમાં 3 પીલર પર એક સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.પરંતુ સુરતમાં જ્યાં વધારે જગ્યા છે ત્યા સ્ટેશન 3 પીલર પર અને જગ્યાનો અભાવ છે ત્યાં 1 પીલર પર સ્ટેશન તૈયાર કરશે.ડ્રિમ સિટીથી કાદરશાની નાળ સુધીમાં 11 કિલોમીટરમાં 10 સ્ટેશનમાંથી મજૂરાગેટ સ્ટેશન અને સરસાણા કન્વેનશન સેન્ટર ખાતેનું સ્ટેશન 1-1 પીલર પર જ્યારે બાકીના 8 સ્ટેશન 3-3 પીલર પર તૈયાર કરાશે.

700 પીલર માટે 3 હજાર બોરિંગ:ડાયમંડ બુર્સથી કાદરશાની નાળ સુધી 11 કિલોમીટરના રૂટ પર 10 એલિવેટેડ સ્ટેશન હશે.આ રૂટમાં માટે 450 પીલર અને સ્ટેશન માટે 250 પીલર મળીને કુલ 700 પીલર બનાવવામાં આવશે.દરેક બે પીલર વચ્ચે 29 મીટરનું અંતર હશે.આ તમામ પીલર બનાવવા માટે 3 હજાર બોરિંગ એટલે કેે પાઈલ ગાળવામાં આવશે.

ખજોદથી એરપોર્ટ સુધી મેટ્રોને મંજૂરી:ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ડ્રિમ સિટીથી સુરત એરપોર્ટ સુધી 7 કિલોમીટરમાં પણ મેટ્રો રૂટ તૈયાર કરવાનું આયોજન શરૂ કરી દીધું છે.આ રૂટ એલિવેટેડ હશે.હાલ તો આ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.

​​​​​​​મેક્સિમમ મશીન, લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું
​​​​​​ગુજરાત મેટ્રો ખુબ જ ફાસ્ટ રીતે કામ કરે.બાકીના શહેરમાં આટલી ઝડપથી કામ થતું નથી.અમને ઓફિશિયલી કામ આપીને 10 દિવસમાં જ ખાત મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે.અમારી માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે,ટાઈમ પર કામ પૂર્ણ કરવું.એટલા માટે અમે મેક્સિમમ મશિનરી અને લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું.ઝડપથી કામ કરવા માટે રોજ પર પિલર તૈયાર કરવાનું કામ ચાલશે સાથે સ્લેબને ફેક્ટરીમાં તૈયાર કરીશું. – રાકેશ શાહી, સુરત મેટ્રો પ્રોજેક્ટ ડિરેક્ટર,સદભાવ એન્જિનિયરિંગ(ફક્ત એલિવેટેડ રૂટની કંપની)

Share Now