એટ્રોસિટી,બળાત્કાર કેસમાં સમાધાન કરી લેવા વ્યારાના ભાજપ આગેવાનની વિધવાને ધમકી

327

– રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા તાપી કલેકટરને આવેદન આપી ન્યાયની માગણી

સોનગઢ : સોનગઢ પંથકના એક ચર્ચિત પ્રકરણમાં એટ્રોસિટી તથા બળાત્કાર જેવા ગંભીર ગુનાના અપરાધમાં મુખ્ય આરોપીને સતત સહકાર આપનાર સહ આરોપી નીલેશ લુહાર આગોતરા અરજી દાખલ કર્યા બાદ પણ આદિવાસી વિધવાને જાતિવિષયક ગાળો બોલી સગળાવી નાખવાની ધમકી આપતા રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા તાપી કલેકટરને આવેદન આપી ન્યાયની માગણી કરી હતી. વ્યારા ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપીના પ્રમુખ જયમીનભાઈ વસાવા તથા અન્ય હોદ્દેદારોએ તાપી કલેકટરને આવેદન આપ્યુ હતુ,

જેમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજની નિર્ભયા (નામ બદલેલ )ને વિધર્મી એવા મુખ્ય આરોપી નઝીર ગનીભાઇ અને તેને સતત સહકાર આપનાર લેન્ડ ગ્રેબિંગ તથા અન્ય ગંભીર ગુનામાં પરોક્ષ રીતે સંકળાયેલા નિલેશકુમાર લુહાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.જે ગુનાના કામમાં મુખ્ય આરોપી નઝીર દ્વારા આદિવાસી વિધવાને લગ્નની લાલચ આપી,પોતાની આદિવાસી તરીકેની ખોટી ઓળખ આપી ઘરમાં પ્રવેશ કરી શારીરિક સંબંધ બાંધી સગર્ભા બનાવી હતી.

બાળકના જન્મ બાદ પણ કોઈ પણ પ્રકારના લગ્ન ન કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો.જેના પગલે અબળાએ તેની વૃદ્ધ માતા પાસે 40,000 રૂપિયા પાછા આપવાની શરતે લઈ પરત ન કરીશોષણ કરેલું હતું.આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ નીલેશ લુહાર ફરાર થઈ રાજકીય નેતાઓને વિધવાને સમાધાન કરવા દબાણ કરે છે.

નિલેશ લુહારના પત્ની વ્યારા શહેર ભાજપના ઉપપ્રમુખ

અત્રે ઉલ્લેખનીય છે, કે વ્યારામાં રહેતા નિલેશભાઈ લુહારના પત્ની વ્યારા શહેર ભાજપના ઉપપ્રમુખ છે.નિલેશભાઈ લુહાર આગામી વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ઇન્ચાર્જ તરીકે પણ નિમણૂંક અપાય છે.

Share Now