કોરોના માં જનતા ને રાહત આપવાના બદલે સરકારે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકયે રાખતા હવે ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા જીવન જરૂરીયાત ની તમામ ચીજ વસ્તુઓ ના ભાવો આસમાને પહોંચ્યા છે પરિણામે જે લોકો પાસે વાહન નથી તે લોકો પણ ફ્યુઅલ ના ભાવ વધારા નો ભોગ બની રહ્યા છે,કોરોના ની મહામારી માં પણ સરકારે ક્રૂડ ના ભાવો તળિયે હોવાછતાં સતત પેટ્રોલ અને ડીઝલ ના ભાવો વધારવા નું ચાલુ રાખ્યુ હતું. હાલ માં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે.મંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે.દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ તોડી નાખ્યો છે,લોકો કહે છે કે ટ્રાફિક,માસ્ક,હેલ્મેટ સહિત ના અભિયાનો અને ફ્યુઅલ તેમજ રાશન ના ભાવ વધારા માં જનતા ની હાલત દયનિય બની છે
અને લોકશાહી દેશ માં જનતા વતી વિરોધ કરવા વાળો કોઈ મજબૂત વિપક્ષ નહિ હોવાથી હવે દેશ માં જનતા ને સહન કરવું પડી શકે તેવા દિવસો હોવાની વાતો ઠેરઠેર ચાલી રહી છે.આપણા દેશ માં અમુક વર્ગ જ એવો છે જે ભાજપ-કોંગ્રેસ માં રોટલા શેકે છે પણ સામાન્ય નાગરિકો નો એક મોટો સમૂહ એવો છે જે રાજકારણ માટે સમય નથી તે માત્ર પોતાના પરિવાર ને નિભાવવા સતત મહેનત માં રચ્યો પચ્યો રહે છે આવા અસંખ્ય પરિવારો હવે જાણે જીવન નો ગુજારો કરવા અસમર્થ બની રહ્યા છે.
અત્યારે સ્થિતિ એવી છે જનતા વિરોધ કરે તો તેને વિરોધ પક્ષ નો બનાવી દેવામાં આવે છે અને સાચી વાત દબાવી દેવામાં આવે છે.