વાપી સહિત વલસાડ જિલ્લામાં એસઓપીના પાલન સાથે 11 જાન્યુઆરીએ શાળાઓનો પ્રારંભ થયો છે.પ્રથમ દિવસે શાળાઓમાં 45 થી 50 ટકા હાજરી જોવા મળી હતી. કેટલાક વાલીઓ કોરોનાના ડરના કારણે વિદ્યાર્થીઓને શાળાને મોકલાનું ટાળ્યુ હતું,પરંતુ 10 દિવસ બાદ સ્થિતિ બદલાઇ છે.હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા પર પહોંચી છે.
સતત 10 માસ સુધી શાળાઓ બંધ રહ્યા બાદ વલસાડ જિલ્લામાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વર્ગોનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે કોરોના ડર વચ્ચે માત્ર 30 ટકા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળા જવા અંગે સમંતિ આપી હતી.પંરતુ આજે સ્થિતિ બદલાઇ છે.10 દિવસ બાદ વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થયો છે.
જિલ્લાભરની શાળાઓમાં એક પણ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ ન આવતાં ધીમે-ધીમે શાળાઓમાં હાજરી વધી રહી છે.હાલ ધો.10-12ના કુલ 38330માંથી 31007 વિદ્યાર્થીઓ શાળાએ આવતાં સરેરાશ 80.89 ટકા હાજરી પહોંચી છે.વાપી સહિત જિલ્લાની શાળામાં ધીમે-ધીમે ફરી કોરોના પહેલા જેવી સ્થિતિ જોવા મળશે એવું લાગી રહ્યું છે.બીજી તરફ આરોગ્ય વિભાગ અને શિક્ષણના અધિકારીઓના મતે એક પણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી.
શિક્ષક કે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નહિ
શાળા શરૂ થયા બાદ નિયમોના પાલન સાથે શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. આચાર્ય,શિક્ષકો કે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ કોઇ આવ્યુ હોય એવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી.આવું કોઇના ધ્યાનમાં આવે તો શિક્ષણ વિભાગને જાણ કરવી જોઇએ. હાલ 80.89 ટકા વાલીઓએ શાળા શરૂ કરવા અંગેની સમંતિ આપી છે. – કે.એફ.વસાવા,શિક્ષણ અધિકારી,વલસાડ