નવીદિલ્હી,તા.23
આગામી 1લી ફેબ્રુઆરીથી નવી દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસ વિદ્યાર્થી વિઝા, એચ -1 બી,એચ-4,એલ-1,એલ-1,સી 1/ડી અને બી 1/બી 2 સહિત તમામ પ્રકારના વિઝા કેટેગરીમાં અરજીઓ લેવાનું શરૂ કરશે.આ અંગે યુએસ એમ્બેસી-ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ પણ કર્યું છે.ગઈકાલે શુક્રવારે ભારતની યુએસ એમ્બેસીએ કહ્યું કે,આ વિઝા અરજીઓની પ્રક્રિયા કરવાની ક્ષમતા અત્યારે મર્યાદિત રહેશે. દૂતાવાસે કહ્યું,જોકે,અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષા જાળવવાની અમારી ક્ષમતા મર્યાદિત રહી છે.એકવાર કોન્સ્યુલેટ્સ મર્યાદિત સ્તરે એપ્લિકેશનો પર પ્રક્રિયા કરવામાં સક્ષમ થયા પછી,સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,ગયા વર્ષે જૂનમાં કોરોના મહામારીના લીધે દેશમાં અમુક બિન-ઇમિગ્રેશન વિઝા કેટેગરીવાળા લોકોના પ્રવેશ પર ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકાયો હતો.જો કે આ નિર્ણયને ઓગસ્ટમાં રદ કરવામાં આવ્યો હતો.