– પ્લોટ ટ્રાન્ફર અને ફાળવણી માટે ફી નક્કી કરવા ચર્ચા થઇ
સરીગામ : સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગુરૂવારે એસઆઈએ હોલમાં પ્રમુખ વી.ડી.શિવદાસની અધ્યક્ષ સ્થાન હેઠળ વાર્ષિક સાધારણ સભા મળી હતી.જેમાં આવક જાવકના વાર્ષિક હિસાબો રજૂ કરી,એસ્ટેટમાં થયેલ કામગીરીનો ચાર્ટ ઉદ્યોગપતિ સમક્ષ રજુ કરાયો હતો.ઉધોગપતિ દ્વારા એસ્ટેટમાં ગંદકી અને એકમો બહાર ફિનિસ ગુડ્સ ના સંગ્રહનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.એસઆઈએ પ્રમુખ વી.ડી.શિવદાસ,સેક્રેટરી સમીમ રિજવી,ચેરમેન શિરીષભાઈ દેસાઈ,સેહુલભાઈ પટેલ,કૈશિકભાઈ પટેલ, હેમંતભાઈ મન્ડોલી,કિશોરભાઈ ગજેરા,જે.કે.રાય,સજ્જનકુમાર મુરારકા,ઉદય મારબલી,મૂળજીભાઈ ક્ટરમલ,કમલેશભાઈ ભટ્ટ,કમિટી મેમ્બર ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં ઉદ્યોગપતિ દ્વારા એકમો બહાર રોડ કિનારે ફિનિસ ગુડ્સ સંગ્રહ અને એસ્ટેટમાં ડોમેસ્ટિક કચરાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.પ્લોટ ટ્રાન્સફર અને ફાળવવામાં આવતા પ્લોટ માટે ફીનો દર નક્કી કરવા ચર્ચા થઇ હતી.એસ્ટેટમાં નવો એસઆઈએ હોલ અને કેન્ટીન,હોલ માટે ફાળવેલી જગ્યાના વિવાદની ગતિવિધિ,વૃક્ષા રોપણ,અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન,નવું સબ સ્ટેશન,ડ્રેનેજ લાઈન,કેનાલમાં આરસીસી,સીસી ટીવી કેમેરા જેવી વ્યવસ્થા ઉભી કરવા અને પ્રોગ્રેસમાં કામોની પ્રોજેકટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.