સુરત:શુક્રવારે ફોસ્ટાના મેમ્બરો અને વેપારીઓની પોલીસ કમિશનરને સજેશન આપવા મિટિંગ મળી હતી.જેમાં વેપારીઓએ સવારનો પ્રતિબંધ હટાવવામાં આવે અને સાંજે 7થી 9 વાગ્યા સુધીમાં માર્કેટ વિસ્તારમાં ટેમ્પોમાંથી માલની ડિલેવરી કરવા માટે પરમિશન આપવામાં આવે અથવા સવારે 9થી 10 વાગ્યા સુધી અને સાંજે 7થી 9 વાગ્યા સુધી ડેમ્પોમાંથી માલ ડિલેવરી કરવા માટે પરમિશન આપવામાં આવે તે મુદ્દા તૈયાર કર્યા હતાં.આ મુદ્દાને લઈને ફોસ્ટા સોમવારે સીપીને મળશે.
શહેરી પોલીસના રિંગરોડ પર ટ્રાફિક અંગેના જાહેરનામાને લઈને ટેક્સટાઈલ વેપારી અને ટેમ્પો ચાલકો નારાજ થયા છે.પોલીસે વેપારી સંગઠનો, ટેમ્પો એસો. અને લેબર યુનિયનના પ્રમુખ સાથે મિટિંગ કરી 18 જાન્યુઆરીએ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 6થી 9 સુધી માર્કેટમાં ટેમ્પોમાંથી માલ ડિલેવરી કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો.બાદ 2 એસીપી અને 2 પીઆઈએ વેપારીઓ સાથે મિટિંગ કરી હતી.ફોસ્ટા, એસજીટીપીએ અને ટેમ્પો એસોસિએશનના મેમ્બરોએ પોલીસ કમિશનર સાથે મિટિંગ કરી હતી.જેમાં કમિશનરે કહ્યું હતું કે,પહેલા વેપારીઓ મિટિંગ કરી લે અને ત્યાર બાદ કોઈ સજેશન હોય તો આપો.
પીળા પટ્ટા અંદર પે એન્ડ પાર્ક હટાવો
એસએમસી દ્વારા રિંગ રોડ પર પીળો પટ્ટો લગાવવામાં આવ્યો હતો. આ પીળો પટ્ટની અંદર જઈને લોડિંગ અનલોડિંગ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ છેલ્લાં થોડાં સમયથી એસએમસી દ્વારા પીળા પટ્ટાની જગ્યાએ પે એન્ડ પાર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે ટેમ્પોમાંથી રોજ પર જ માલ ઉતારવામાં આવે છે.જેનાથી ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે.આ પે એન્ડ પાર્ક હટાવવા માટે પણ અમે એસએમસી કમિશરને આવેદન પત્ર આપ્યું છે.-મનોજ અગ્રવાલ, ફોસ્ટા, પ્રમુખ