સુરત શહેર જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોના કેસની સંખ્યા ઘટાડા સાથે સતત 100થી નીચે નોંધાઈ રહી છે. શહેરમાં 75 અને જિલ્લામાં 17 કેસ સાથે સુરતમાં શનિવારે કોરોનાના 92 કેસ પોઝિટિવ નોંધાયા છે.આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 51972 થઈ ગઈ છે.શનિવારે શહેરમાંથી 85 અને જિલ્લામાંથી 18 મળી 103 કોરોના દર્દીઓ સાજા થયા છે.કુલ 50264 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.શનિવારે સુરતમાં એક્ટિવ કેસ ઘટી 572 નોંધાયા છે.61 સ્કૂલોમાં તપાસમાં 1 વિદ્યાર્થી સંક્રમિત મળ્યો છે.
3412 વિદ્યાર્થીઓના પાલિકાએ ટેસ્ટ કર્યા
પાલિકાએ શનિવારે શહેરના 8 ઝોનમાં આવેલી 61 સ્કૂલોમાં 3412 વિદ્યાર્થીઓના ટેસ્ટ કર્યા હતા.જેમાં પાર્લેપોઈન્ટ ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના એક વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
ટેક્સટાઈલ વેપારી, પ્રોફેસર, બિલ્ડર સહિત અનેક સંક્રમિત
સાઉથ વેસ્ટ ઝોનમાં 2 ટેક્સટાઈલ વેપારી,બિલ્ડર,એલ એન્ડ ટીના એન્જિનિયર,2 પ્રાઈવેટ ડોક્ટર,ટેક્સટાઈલ માર્કેટના કર્મચારી,વેસ્ટ ઝોનમાં ટેક્સટાઈલ વેપારી,3 વિદ્યાર્થી,કરીયાણા દુકાનદાર,એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર,બ્રોકર,નોર્થ ઝોનમાં વિદ્યાર્થી,બિલ્ડર,સાઉથ ઝોનમાં બેંક ઓફ બરોડાના કર્મચારી અને વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.