દાનની સરવાણી:જ્વેલરી ડિઝાઈનર દૃષ્ટિએ કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂ.અયોધ્યા રામ મંદિર નિર્માણમાં દાન આપ્યા

285

સુરત શહેરના હીરા વેપારીની દીકરીને લગ્નના કન્યાદાનમાં રૂ.દોઢ લાખ મળ્યા હતાં, પરંતુ આ દીકરીએ રૂપિયા રામ મંદિર નિર્માણમાં દાન કરી દીધા છે.દ્રષ્ટી રમેશભાઈ ભલાણી વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે.તેના રવિવારે લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે લગ્ન હતાં.જેમાં દૃષ્ટિના પિતાએ કન્યાદાનમાં રૂ.દોઢ લાખનું દાન કર્યું હતું.જે દાન કરી દીધા છે.દૃષ્ટિએ રૂપિયા દાન કરી દેતા લગ્નમાં રહેલા મહેમાનોએ પણ રામ મંદિર નિર્માણમાં યોગદાન આપવા માટેનો સંકલ્પ લીધો હતો.

રામ મંદિર નિર્માણમાં દાન કરવા બાબતે સુરતીઓએ સમગ્ર ભારતમાં ડંકો વગાડી દીધો છે.દિવસે-દિવસે દાન આપનાર લોકો આગળ આવી રહ્યા છે.ત્યારે રવિવારે ધનજી રાખોલિયા અને રાકેશ દુધાતે 11-11 લાખ રૂપિયા દાન આપ્યું હતું.બંનેનું દાન મળીને રવિવારે સુરત શહેર દ્વારા સાડા તેવીસ લાખ રૂપિયા દાન આપ્યું હતું.

મારા પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે
વર્ષોથી આપણે રામ મંદિર નિર્માણની વાતો કરતા હતાં,હવે રામ ભગવાનનું મંદિર બનવા માટે જઈ રહ્યું છે ત્યારે હું દાન આપી રહી છું એ મારા અને મારા પરિવાર માટે ગર્વની ક્ષણ છે.પપ્પા પાસેથી મને આ પ્રેરણા મળી છે.મને સપને પણ ખબર ન હતી કે,મને આવી તક મળશે.તક મળી અને તેનો મે લાભ લીધો છે.જ્યારે પણ અયોધ્યામાં જઈને રામ ભગવાનના દર્શન કરીશ ત્યારે મને મારા લગ્ન યાદ આવી જશે.-દ્રષ્ટી ભલાણી, દુલ્હન

કન્યાદાનની વાત કરી ને દાન આપ્યું
પરિવાર દ્વારા રામ ભગવાનની પુજા કરવાની પ્રેરણા મળી છે. દિકરીને જ્યારે કન્યાદાન આપવાની વાત કરી ત્યારે તેણે કહ્યું કે,હું રામ મંદિરમાં દાન આપીશ.આ વાત સાંભળીને પરિવારના સભ્યો ખુશ થયા હતાં.અમારા માટે ભાવુક ક્ષણ હતી.-રમેશ ભલાણી,દૃષ્ટિના પિતા

Share Now