ચીન સાથે પંદર કલાક મંત્રણા ચાલી

260

તા.25 જાન્યુઆરી 2021 સોમવાર
ભારતના સરહદી વિસ્તારોમાં લદ્દાખ ખાતે ચીન સાથે પ્રવર્તી રહેલા તનાવને ઘટાડવા બંને પક્ષોએ મંત્રણાનો વધુ એક દોર યોજ્યો હતો.આ દોરમાં પંદર કલાક સુધી વાટાઘાટો ચાલી હતી એવી માહિતી મળી હતી.

નો મેન્સ લેન્ડ પર નવમા રાઉન્ડની આ વાટાઘાટ યોજાઇ હતી.અત્યાર અગાઉ આઠ રાઉન્ડ થઇ ચૂક્યા હતા પરંતુ એનું કોઇ રચનાત્મક પરિણામ આવ્યું નહોતું.હવે નવમા રાઉન્ડની વાટાઘાટો યોજાઇ હતી.

છેક ગયા વર્ષના એપ્રિલથી ચીને કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના લદ્દાખ સરહદે પોતાના લશ્કરી જવાનોને તહેનાત કર્યા હતા. આ જવાનોએ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા જેને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યા હતા.ત્યારબાદ એક તરફ ચીન વાટાઘાટો કરતું હતું અને બીજી તરફ સતત લશ્કરી જવાનો વધાર્યે જતું હતું. એલએસીની આસપાસ ચીની લશ્કરે જમાવડો કર્યો હતો.અત્યાર અગાઉ એવી સમજૂતી થઇ હતી કે સરહદ પર કોઇ દેશ લશ્કરી સૈન્યદળ નહીં જમાવે.પરંતુ ચીન સતત અટકચાળા કરતું રહ્યું હતું.

ભારતીય લશ્કરે ચીનના જવાનોને ખદેડી કાઢ્યા એટલે ચીન વધુ ઉશ્કેરાયું હતું.ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં એવી ધાકધમકી પ્રગટ થઇ હતી કે 1965ના ભારત ચીન યુદ્ધ કરતાં પણ આ વખતે ભારતે સારી એવી ખુવારી સહન કરવી પડશે.જો કે ચીને કોરોના વાઇરસ પેદા કર્યા હોવાના પગલે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોએ ચીન સાથેના સંઘર્ષમાં ભારતને ટેકો જાહેર કર્યો હતો અને જરૂર પડ્યે ભારતને મદદ કરવાની તૈયારી પણ દાખવી હતી.લદ્દાખની કોતરોમાં અત્યારે તાપમાન ઘટીને માઇનસ 30 ડિગ્રી થઇ ગયું હતું.આટલી બધી ઠંડી ચીની સૈનિકો સહન કરી શકતા નથી એટલે નછૂટકે ચીની જવાનોએ પીછેહટ કરી હતી જ્યારે ભારતીય જવાનો પોતાની ફરજ પર અડગ ઊભા રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં ચીનના સૈન્યની હાજરીને કારણે ભારતે પણ પોતાના જવાનોને તહેનાત કર્યા હતા.

Share Now