નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરૉએ ઘણસોલીમાંથી ચિંટુ પઠાણને પકડ્યા બાદ મુંબઈના ડોંગરી વિસ્તારમાં જેલ રોડ પર આવેલી નુર મંઝીલમા આરિફ ભૂજવાલાની ડ્રગની ફેક્ટરી પર છાપા માર્યા હતા અને મોટા પ્રમાણમાં ડ્રગ,રોકડ અને સ્મીથ એન્ડ વેસનની ગન પકડી પાડ્યા હતા.પણ એ વખતે ચિંકુ પઠાણ અને દાઉદનો સાગરીત આરિફ ભૂજવાલા પોલીસને હાથતાળી દઈ છટકી ગયો હતો.જોકે એનસીબીએ ત્યાર બાદ પણ સતત કાર્યવાહી ચાલુ રાખી હતી અને આરિફને પકડવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ગઈકાલે પરોઢિયે તેને રાયગઢના માણગાંવમાંથી ઝડપી લેવાયો હતો.
આ વિશે વધુ માહિતી આપતા એનસીબીના ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડેએ ગઈ કાલે મિડ-ડેને કહ્યું હતું કે ‘અમે તેની સતત શોધ ચલાવી રહ્યા હતા,આખરે તેની ભાળ મળતા અમે તેને રાયગઢ પોલીસની મદદથી તેને આંતર્યો હતો.એની સાથે તેનો એક ડ્રગ પેડ઼લર હતો અને ડ્રાઇવર હતો.અમે તેની ગાડી સિઝ કરી છે.તેની પાસેથી અમને ઇલેકટ્રોનિક ઇવિડન્સિસ મળી આવ્યા છે.આવતી કાલે (26 જાન્યુઆરીએ) તેને અને તેના ડ્રગ પેડલરને કોર્ટમાં હાજર કરીશું.’