– ધરમપુરનો યુવક નોટ ક્યા લઈ જતો તેની તપાસ
વાપી : ચાર વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે 500 અને 1000ના દરની નોટને ચલણમાંથી રદ કરી હતી.જોકે,ચાર વર્ષ પછી ધરમપુરનો એક યુવક 500ના દરની 600 જુની નોટ સાથે પકડાયો હતો.યુવક જુની નોટ ક્યાંથી મેળવી હતી અને કોને આપવા માટે જઇ રહ્યો હતો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉનનો પોલીસ સ્ટાફ રવિવારે રાત્રીએ મોરાઇ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન એક બાઇક ચાલકને આંતરીને તપાસ કરતાં તેની પાસેથી ચલણમાંથી બંધ થયેલી 500ના દરની 600 નોટ જેનું મુલ્ય 3 લાખ મળી હતી. ધરમપુરમાં રહેતો પ્રકાશ પટેલ આ બંધ થયેલી ચલણી નોટ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.ચાર વર્ષ અગાઉ ચલણમાંથી બંધ થયેલી નોટ તેની પાસે ક્યાંથી આવી અને કોણે આપી હતી.આ નોટ લઇને ક્યા જઇ રહ્યો હતો જેવા અનેક સવાલોની પૂછપરછ કરવા માટે ટાઉન પોલીસે આરોપી પ્રકાશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.