નવી દિલ્હી : આજે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી અપાયા બાદ આંદોલનકારી ખેડૂતો પ્રજાસત્તાક દિવસ હોઈ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંના પરિસરમાં દેખાવો કર્યા હતા,રાષ્ટ્રધ્વજ અને એમના સંગઠનના ધ્વજ ફરકાવ્યા હતા.
અમુક વિસ્તારમાં ખેડૂત આંદોલને હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું.દેખાવકારોએ જાહેર મિલકતની તોડફોડ કરી હતી અને પોલીસ જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા.જૂના દિલ્હી પોલીસ મુખ્યાલયની સામે પોલીસે મૂકેલા અવરોધોને આંદોલનકારીઓએ તોડી નાખ્યા હતા.ત્યાંથી તેઓ આર.ટી.ઓ. કચેરી તરફ આગળ વધ્યા હતા. ત્યાં તેમણે એક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની તોડફોડ કરી હતી. હિંસક દેખાવકારોને વિખેરવા માટે પોલીસોએ અશ્રુવાયુના શેલ ફોડ્યા હતા.આંદોલનકારીઓના ઉગ્ર બનેલા વલણને જોતાં દિલ્હીમાં અનેક મેટ્રો રેલવે સ્ટેશનોના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન હિંસા થઈ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે રેલી શાંતિપૂર્ણ રહી છે.નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલા પહોંચી ગયા છે.આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે.ખેડૂતો લાલ કિલા સુધી પહોંચ્યા અને તિરંગા પાસે પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર,ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે.આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે.આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.ગણતંત્ર પર્વના અવસરે એક બાજુ રાજપથ પર પરેડ થઈ જ્યારે બીજી બાજુ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પણ શરૂ થઈ હતી.રેલી દરમિયાન અનેક ખેડૂતોએ બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો.સિંઘુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.આટલું જ નહીં પોલીસે ખેડૂત પર લાઠીચાર્જ કર્યાના અહેવાલ પણ છે.ખેડૂતો વોટર કેનનની ગાડી પર ચડી ગયા.દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર,ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે.આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવા ના પણ અહેવાલ છે.આ ઉપરાંત ITO પાસે એક DTC બસને પલટી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.