સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52223 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 1137 થયો છે. ગત રોજ શહેરમાંથી 73 અને જિલ્લામાંથી 7 મળી 80 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 50540 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
સિટીમાં 39249 અને જિલ્લામાં કુલ 12974 કેસ
સુરત સિટીમાં કુલ 39249 પોઝિટિવ કેસમાં 850ના મોત થયા છે.જ્યારે જિલ્લામાં કુલ 12974 પૈકી 287ના મોત થયા છે.સુરત શહેર જિલ્લામાં કુલ 52223 કેસમાં 1137ના મોત થયા છે.સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 38041 દર્દીઓને રજા આપવામાં આવી છે.જ્યારે જિલ્લામાં કુલ 12499 દર્દી સાજા થયા છે.સિટી અને જિલ્લા મળી કુલ 50540 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં 1 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ 30 પૈકી 12 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર,7 બાઈપેપ અને 4 ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 7 પૈકી 4 દર્દીની હાલત ગંભીર છે.જેમાં 0 વેન્ટિલેટર,2 બાઈપેપ અને 2 ઓક્સિજન પર છે.