સુરત પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકના ક્લાર્ક પોતાના ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો હતો.એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકમાં ગરક થઈ ગયું છે.
પોલીસને સુસાઈડ નોટ મળી
પાર્થ જનકભાઈ મોદીના આપઘાત પાછળનું રહસ્ય હજી જાણી શકાયું નથી. જોકે પાર્થએ મૃત્યુ પહેલા ઈંગ્લીશ અને ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિવારે એકનો એક દીકરો ગૂમાવ્યો
પાર્થ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો.પરિવારનો એકનો દીકરો પાર્થ હતો.પરિવારમાં ભારે લાડકો દીકરો હતો.વહેલી સવારે 4 વાગે પરિવારને ધાબા પરથી લટકતી હાલતમાં મળી આવેલા પાર્થના મૃતદેહને જોઈ પરિવારના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી.
આપઘાતના કેસમાં વધારો
શહેરમાં લોકડાઉન બાદ વેપાર ધંધામાં મંદીના કારણે ઘણા આપઘાતો થઈ રહ્યાનું સામે આવ્યું છે.પારિવારિક પ્રશ્નોને લઈને પણ યુવકો દ્વારા આપઘાત કરાતા હોવાનું સામે આવ્યું છે.વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી કંટાળીને આપઘાત કર્યા હોવાના ચાર કરતાં વધુ કેસ સામે આવી ગયા છે.દુર્લભ પટેલ અને પીએસઆઈ અમિતા જોષી આપઘાત કેસ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.