ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર

309

બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતને પગલે આચારસહિતા અમલીકરણ કરવામાં આવી છે તો બીજી તરફ કડોદરા પોલીસની ટીમને ચલથાણ ગામની સીમમાંથી વિદેશીદારૂની 180 પેટી સહીત લાખોનો મુદામાલ પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે ત્યારે આચારસહિતા સમયે આ વિદેશીદારૂના જથ્થો ભરેલ ટ્રક ક્યાં જઈ રહ્યો હતો એ મોટો સવાલ અહીં ઉભો થયો છે.

હાલ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા અને પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે તે દરમિયાન જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. જોકે આ સમયગાળામાં કોઈ અણબનાવ ન સર્જાય તેના ભાગરૂપે કડોદરા પોલીસ મથકના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચલથાણ ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક MH -04-CG -3953 પાર્સિંગની ટ્રક શંકાસ્પદ રીતે પાસાર થઈ રહી હતી.તે દરમિયાન તેને પોલીસે રોકવા જતા ચાલકે ટ્રકને ઝડપથી હંકારી જતા તેનો ફિલ્મી ધબે કડોદરા પોલીસે પીછો કર્યો હતો તે દરમિયાન ચલથાણ સી.એન.જી કટ નજીક સામાન્ય ટ્રાફિક જામ હોવાને કારણે ટ્રક ચાલકે ટ્રકને રોડ ઉપર ઉભી રાખી ભાગી છૂટ્યો હતો.તે દરમિયાન ટ્રકમાં તપાસ કરતા ઈંડાની ખાલી ટ્રેની આડમાં મળી આવ્યો હતો.જે પોલીસે તપાસ કરતા કુલ 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ્લે 17 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો તો બીજી તરફ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સહિત દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે અહીં સવાલો ઉભા થવા પામ્યા છે કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને હાલ આચારસહિંતા લાગુ કરવામાં આવી છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઇ રહ્યો હતો તે અનેક સળગતા સવાલો ઉભા થયા છે.

Share Now