વાલોડના અંધાત્રીમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખના દાગીનાની ચોરી કરી

270

બારડોલી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ડેપ્યુટી ઇજનેરના ઘરને તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે.તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે આવેલ તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી કબાટનો લોક તોડી તેમાંથી સોનાના દાગીના મળી કુલ 1.20 લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે આશ્રમ ફળિયામાં રહેતા કિરીટકુમાર ગજેન્દ્રભાઈ પાવાગઢી (ઉ.વ.53) નાઓ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે.અને ત્યાંજ સરકારી ક્વાટર્સમાં રહે છે અને શનિ રવિની રજામાં ઘરે અંધાત્રી ખાતે જતાં હોય છે.ગત તા-25 જાન્યુઆરીના રોજ કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના અંધાત્રી ખાતે આવેલ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં આવેલ કબાટનો લોક તોડી તેમાંથી સોનાની બંગડી,સોનાનું મંગળસૂત્ર,સોનાની ચેઇન, સોનાની બુટ્ટી મળી કુલ 1.20 લાખની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા.બનાવ અંગે કિરીટકુમાર પાવાગઢીએ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now