સુરતમાં કેનેરા બેંકના મેનેજર પાર્થ મોદીએ ઘરના ધાબા પર જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

346

સુરત : કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.ત્યારે આર્થિક સંકડામણમાં આવેલા કેટલાક લોકોએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.તો કેટલાક લોકોએ કોરોના થવાના કારણે વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે સુરતમાં વધુ એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.સુરતની એક બેંકમાં નોકરી કરતા મેનેજરે પોતાના ઘરના ધાબા પર જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેઓ પર આભ તૂટી પડ્યું હતું.પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.

રિપોર્ટ અનુસાર સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કેનેરા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો પાર્થ મોદી નામનો યુવક પરિવારમાં માતા-પિતા અને બહેનની સાથે રહેતો હતો.પાર્થે કોઈ કારણોસર પોતાના ઘરના ધાબા પર જઈને દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું.પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ વહેલી સવાર 4 વાગ્યે થઇ હતી.પાર્થે આપઘાત કરતા માતા-પિતા અને બહેન પર આભ તૂટી પડ્યું હતું.પાર્થે આપઘાત કર્યો હોવાની જાણ થતા જ પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપી હતી.

તેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.પોલીસે પાર્થના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને ઘટના સ્થળની તપાસ કરી હતી.ત્યારે પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.પોલીસે સ્યૂસાડ નોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બે દિવસ પહેલા એક વિદ્યાર્થીએ ગેમના કારણે આપઘાત કર્યો હતો.આ વિદ્યાર્થીના મોટા ભાઈએ તેને અભ્યાસ કરવા માટે મોબાઈલ અપાવ્યો હતો અને વિદ્યાર્થી અભ્યાસ કરવાના બદલે ફ્રી ફાયર નામની ગેમ રમતો હતો.તેથી મોટા ભાઈએ વિદ્યાર્થી પાસેથી મોબાઈલ લઇ લીધો હતો.આ વાતનું માઠું લાગી જતા વિદ્યાર્થીએ પોતાના ઘરના ધાબા પર જઈને આપઘાત કર્યો હતો.વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હોવાની તેના માતા-પિતાને જાણ થતા તેઓ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા પણ ફરજ પર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

Share Now