ફેસબુક પર કોઈ માહિતી સલામત નથી.ફેસબૂક પોતે તેના યુઝર્સનો ડેટા સલામત રાખવા માટે જરા પણ ગંભીર નથી,એ વાત વધુ એક વાર સાબિત થઈ છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ એલોન ગાલે ટ્વિટ કરી હતી કે ૫૩.૩ કરોડ ફેસબૂક યુઝર્સનો ડેટા ટેલિગ્રામ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.યુઝર્સના ફોન નંબર સહિતની વિગતો આપવામાં આવે છે.આ વેચાણ કોઈ હેકર્સ કરે છે.એક વ્યક્તિનો ફોન નંબર ૨૦ ડૉલર (અંદાજે ૧૫૦૦ રૃપિયા)માં મળી શકે છે.
આ ડેટામાં ૬૦ લાખ ભારતીય જ્યારે સવા ત્રણ કરોડ અમેરિકનોની વિગતો શામેલ છે. કુલ ડેટા તો ૧૦૦થી વધારે દેશના ફેસબૂક યુઝર્સનો છે.મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ હોય એવો સ્ક્રીનશોટ પણ એલોને પોતાની ટ્વિટમાં રજૂ કર્યો હતો.
બીજી તરફ ભારતમાં ચેકબૂક નામની ફાઈનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) એપ વપરાય છે.લોન આપવાનું કામ કરતી આ એપ પરથી ૨૫ લાખ ઈન્ડિયન્સનો ડેટા લિક થયો છે.લિક થયેલો ડેટા ડાર્ક વેબ પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.આ ડેટામાં નામ, નંબર ઉપરાંત આધાર,પાન નંબર અને એપ પરથી કેટલી લોન લીધી છે,તેનીય વિગતો લિક થઈ છે.
આ હેકિંગ શાઈનીહન્ટર્સ ગૂ્રપ દ્વારા કરવામાં આવ્યું છે.આ ગૂ્રપે અગાઉ પણ ૧૦ કરોડ ભારતીયોનો ફાઈનાન્સિયલ ડેટા લિક કર્યો હતો.લિક થયેલા ડેટામાં નાણાકિય વિગતો હોવાથી એ વધારે ગંભીર બાબત બની છે.ફેસબૂકનો વ્યક્તિગત ડેટા ઉપરાંત જથ્થાબંધ ડેટા પણ પાંચ હજાર ડૉલરમાં મળવા લાગ્યો છે.ફેસબૂક-વૉટ્સઅપમાં ડેટાસ સલામત છે,એવો ફેસબૂકનો દાવો વધુ એખ વખત ખોટો પડયો છે.એલોને માહિતી આપી હતી કે આ જે ડેટા વેચાય છે એ ૨૦૧૯ સુધીનો છે.પણ વેચાણ કામગીરી ૧૨મી જાન્યુઆરી ૨૦૨૧થી શરૃ થઈ છે.ભારતના પણ ૬૦ લાખ લોકો શામેલ હોવાથી ભારતના યુઝર્સ આ અંગે વધુ તપાસમાં પડયા છે.
ટેલિગ્રામ પર પ્રતિબંધ મુકવા અરજી
અમેરિકાના કેલિફોર્નિયાની કોર્ટમાં અમેરિકાના પૂર્વ એમ્બેસેડર માર્ક ગિન્સબર્ગે અરજી કરી છે કે ટેલિગ્રામ હેટ સ્પીચ, નફરત અને વિવાદ ફેલાવે છે.માટે જે રીેતે પાર્લર નામની એપ ગૂગલ પ્લે સ્ટોર પર બંધ કરી દેવાઈ એ રીતે આ પણ બંધ થવી જોઈએ.ગિન્સબર્ગે એ માટે કોર્ટને અરજી કરી છે, કે તેઓ ગૂગલને આદેશ આપે. ગિન્સબર્ગે અમેરિકામાં છેલ્લા થોડા સમયમાં થયેલા વિરોધ પ્રદર્શનો-હીંસામાં ટેલિગ્રામનો ફાળો હોવાનું કહ્યું હતું.ટેલિગ્રામમાં લાખોની સંખ્યામાં મેસેજ મોકલી શકાતો હોવાથી ઘણા લોકો પોતાની વાત મોટા ઓડિયન્સ સુધી પહોંચાડવા તેનો ઉપયોગ કરે છે.સિગ્નલનો પણ આ રીતેે દૂરુપયોગ ન થાય એ માટે સિગ્નલના કર્મચારીઓએ સિગ્નલના સ્થાપકોને સાવચેત રહેવા અરજ કરી છે.