કડોદરા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સુરત જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે જેમાં કડોદરા નગરપાલિકામાં હાલ પક્ષ પલટાનું રાજકારણ ગરમાયુ છે.હવે ટિકિટ કપાવાની બીકે કડોદરા નગરપાલિકાના શાસક પક્ષના નેતા ભાજપને રામરામ કરી કૉંગ્રેસનો હાથ પકડ્યો છે.
હાલ પાલિકા અને મહાનગર પાલિકા તેમજ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની સાથે ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ ફોર્મ ભરવાની ભાગદોડમાં જોતરાયા છે ઉમેદવારોની સંખ્યા જોઈ પાર્ટી પણ કોને ટીકીટ આપવીએ અંશમસમાં મુકાઈ છે એવા સમયે કડોદરા પાલિકાના દંડક અને શાસક પક્ષના નેતા નિલેશ ટેલર સહિતના કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી પહેલા વાતવરણ ગરમાયુ હતું.
પંચાયત માંથી પાલિકા બનતા કડોદરા પાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માંથી જીતી કડોદરા પાલિકામાં દંડક તરીકેની નિલેશ ટેલર આગામી પાલિકાની ચૂંટણીમાં ટીકીટ કપાવવાની બીકે બુધવારના રોજ કોંગ્રેસના દિઘ્ઘજ નેતાની હાજરીમાં પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જોડાતા પાલિકા ભાજપમાં જૂથવાદ સામે આવ્યો હતો.બુધવારના રોજ કડોદરા કોંગ્રેસના કાર્યાલય ખાતે માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી,આનંદ ચૌધરી અને દર્શન નાયકની હાજરીમાં નિલેશ ટેલરે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પોતામાં સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપમાં છેલ્લા 15 વર્ષથી હું જોડાયેલો હતો પરંતુ ભાજપમાં નાના વ્યક્તિઓને સાંભળવામાં આવતા નથી ફક્ત મોટા વ્યક્તિઓને જ સાંભળવામાં આવે છે અને પોતે રજૂ કરેલા કામોને અવગણના કરવામાં આવે છે પ્રજા અમને વિશ્વાસ મૂકી મત આપી ચૂંટી મોકલે છે જ્યારે એના કામો નહિ થાય ત્યારે અમારી કામગીરી પર શકા ઉપજાવાઈ છે હું કોંગ્રેસમાં નાના માણસોના અવાજને સાંભળવા અને તેમાં કામો કરવા માટે જોડાયો છું અને જોડાયેલો રહીશ.આમ નિલેશ ટેલર સહિતના,નૈનેશ પટેલ,આઝાદ સિંગ,આનંદ દુબે,મહેન્દ્ર સિંગ સહિતના કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી પહેલા ફરી એકવાર કડોદરા પાલિકાનું વાતવરણ ગરમાયુ હતું.