કામરેજ : કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત જિલ્લા એસઓજીની ટીમે કામરેજ ચાર રસ્તા નજીકથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે 2017ના વર્ષમાં કામરેજ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.જે ગુનામાં સંડોવાયેલ આરોપી જાવીદખાન ઉર્ફે સમીર ઉર્ફે નૈની મજીદખાન પઠાણ (રહે, ખોલવડ, બસસ્ટેન્ડની સામે, તા-કામરેજ) નાસતો ફરતો હોય અને જે કામરેજ ચાર રસ્તા નજીક સુરત તરફ જવાના રોડ ઉપર ધરમ એમ્પાયર નજીક ઊભો છે જે હકીકતના આધારે એસઓજી પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.