સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં વૃંદાવન એપાર્ટમેંટ નજીક જુગાર રમી રહેલ 6 વ્યક્તિને પલસાણા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ 28,500 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા તેમણે બગુમરા ગામની સીમમાં વૃંદાવન એપાર્ટમેંટ નજીક રેડ કરી હતી.રેડ દરમ્યાન પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલ નીરજકુમાર રાધારામ સીંગ (રહે, જે.ડી.કોમ્પ્લેક્ષ,જોળવા પાટીયા, તા-પલસાણા), રાજવીર જુગલ કિશોર (રહે, સરગમ એપાર્ટમેંટ, શાહીબામિલની સામે, બગુમરા), કામતાપ્રસાદ રાજૂ સોની (રહે, મારુતિપેલેસ, બગુમરા), સિકંદર ચંદ્રબમા માલી (રહે, જોળવા પાટીયા), સૌરભ દેવાનંદ રાકેશ (રહે, વૃંદાવન એપાર્ટમેંટ, જોળવા પાટીયા), જીતેન્દ્રન મોહનસીંગ રાજપૂત (રહે, સરગમ કોમ્પ્લેક્ષ, જોળવા) ને ઝડપી પાડ્યા હતા.પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ, 28,500 નો મુદ્દામાલ કબ્જે કરી પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.