
– કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લઇ તપાસ
દમણ : દમણ જિલ્લા લાયબ્રેરીમાં ખોટી રીતે બીલો મૂકીને પુસ્તકોની ખરીદી કરવામાં આવી હોવાનું જણાતા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુદ્દે બે વર્ષ અગાઉ સહાયક નિદેશક હાલમાં સેવા નિવૃત્તિ પરીડા,સુબીર સિન્હા અને સુભાષ પાતકોટને આરોપી બનાવ્યા હતા.આ કેસમાં બે વર્ષ પછી દમણ પોલીસે બુધવારે રાત્રે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.ત્રણેય આરોપીને ગુરૂવારે દમણ કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં મુખ્ય ન્યાયાધીશ અમિત પી.કોકાટેએ આરોપીના પહેલી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગત 9મી જાન્યુઆરી 2019ના રોજ મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પુસ્તકાલયના એલસીડી ઉમેશ પાઠકે દમણ પુસ્તકાલયમાં થયેલા કૌભાંડને લઇ ફરિયાદ નોંધાવી હતી.એફઆઇઆર નોંધાયા બાદ બે વર્ષ પછી દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આ કેસમાં ઢીલી તપાસ બાદ ઇંચાર્જ ડીઆઇજી વિક્રમજીત સિંહએ કેસની તપાસ પીએસઆઇ લીલાધર મકવાણાને સોંપી હતી.જેમાં પીએસઆઇએ બુધવારે રાત્રે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.