મહુવાના લાંચિયા RFO રીપલ ચૌધરીએ ચાર્જ સંભાળ્યાને 15 દિવસ પણ પૂરા નથી થયાને ઉઘરાણા શરૂ કર્યા …

275

મહુવા : મહુવા વન વિભાગના બે અધિકારીએ લાકડાના વેપારી પાસે 2 લાખની લાંચ માંગવાના ગુનામાં વનવિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ના બે અધિકારીઓ સામે એ.સી.બીએ ગુનો નોંધ્યો છે.આર.એફ.ઓ રીપલ ચૌધરીએ મહુવાનો ચાર્જ સંભાળ્યાને 15 દિવસ પૂરા નથી થયા અને લાંચ માંગી હતી.

લાકડાનાનો વેપાર કરતા વેપારીએ અકોટી ગામે ખેડૂતના સાગી ઝાડ વેચાણથી ખરીદ કર્યા હતા,જે ઝાડ કાપવાનું શરૂ કર્યું હતું અને પાછળથી ખબર પડી કે ખેડૂતે વન વિભાગમાંથી મંજૂરી મેળવી નથી અને મંજૂરી મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન ફોરેસ્ટર નિકુંજ પટેલે ફરિયાદીને મળી શો મિલ સીલ કરવા તેમજ જેલની ધમકી આપી 5 લાખની લાંચની માંગી હતી. ફરિયાદીએ થોડા ઓછા કહેતા 2 લાખની લાંચ માંગી હતી,જેમાં 50,000 23 જાન્યુ.એ નિકુંજે લીધા હતા.બાકીનાની નિકુંજે માંગણી કરતા ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ આપી હતી.

એ.સી.બી પી.આઈ. એસ.એન.દેસાઇએ છટકુ ગોઠવ્યું હતુ.રાતે ફોન કરી ફરિયાદીને બોલાવી નિકુંજ તથા રીપલ ચૌધરીએ 1.50 લાખની માંગ કરતા ફરિયાદી પાસે 50,000 હોવાથી 50 હજાર આપી બાકીના 27મીએ આપુ એમ જણાવતા બંનેએ પૈસા સ્વીકાર્યા હતા.એ.સી.બીએ ટ્રેપ ગોઠવી બંનેએ ખાનગી વ્યક્તિના ફોન પરથી વાત કરી બાકી રકમની માંગ કરી હતી.મોડી સાંજે બંનેએ ખાનગી વ્યક્તિને રકમ લેવા મોકલ્યા હતા.તે સમયે નિકુંજ ફરિયાદીના ઘરથી થોડે દૂર લાંચના રૂપિયા લેવા ઊભો હતો, જ્યાં ફરિયાદી અને ખાનગી વ્યક્તિ લાંચની રકમ આપવા જતાં હતા ત્યારે નિકુંજને શંકા જતાં ખાનગી ગાડીને ટક્કર મારીને ભાગી ગયો હતો.

ફરિયાદીને કહેવાયું શાકભાજીનો વેપાર નથી કરતાં કે ટુકડે પૈસા આપે છે

ફરિયાદીને વારંવાર કડક શબ્દોમાં ધમકાવતાં વન વિભાગના લાંચિયા અધિકારીઓ 25 જાન્યુઆરીએ રાત્રે ફરિયાદી પાસે 50 હજાર સ્વીકારી જણાવ્યુ કે શાકભાજીનો વેપાર નથી કરતાં 27 મીએ પૂરા રૂપિયા આપજે એવી કડકાઇ વાપરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.

પોલીસ પહોંચે તે પહેલાં પરિવાર સાથે ફરાર

લાંચના આરોપીના ઘરનું પંચનામું કરવા માટે બારડોલી પોલીસ બાબેન લાઈફ સ્ટાઈલ સોસાયટીમાં રહેતા આર.એફ.ઓ રીપલના ઘરે વહેલી સવારે આવી હતી.પરંતુ આરોપી પરિવાર સાથે ફરાર થઈ જતાં સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Share Now